પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ નવાઝ ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ સામે આવ્યું છે, જેના કારણે તે PCBના રડાર પર આવી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલાની તપાસ કરી રહી છે. ચાલુ તપાસને કારણે નવાઝનો ઇંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટ માટે સરે સાથે જોડાવાનો કરાર રદ્દ કરવામાં આવ્યો છે.


ICC ની માહિતી બાદ PCB એ તપાસ શરૂ કરી

PCB ના પ્રવક્તાએને જણાવ્યું હતું કે ICC એ PCB ને આ બાબતની જાણ કરી છે.માહિતી બાદ,PCB એ તપાસ શરૂ કરી છે.તપાસના તારણો આજે ICC ને જણાવવામાં આવશે.ICC એ 22 એપ્રિલે પાકિસ્તાન માટે 98 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા મોહમ્મદ નવાઝ અંગે PCB નો સંપર્ક કર્યો હતો.

T20 વર્લ્ડ કપ દરમિયાન ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ

મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના T20 વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 32 વર્ષીય નવાઝે શ્રીલંકામાં પાકિસ્તાનની બધી મેચોમાં ભાગ લીધો હતો. પાકિસ્તાન 2026 T20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કામાંથી બહાર થઈ ગયું હતું, જ્યાં નવાઝે 15 રન બનાવવા ઉપરાંત સાત વિકેટ લીધી હતી.

મોહમ્મદ નવાઝ આ ટુર્નામેન્ટમાંથી થયો બહાર 

મોહમ્મદ નવાઝે તાજેતરમાં સરે સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.તે 26 મે થી 18 જુલાઈ વચ્ચે યોજાનારી સમગ્ર T20 બ્લાસ્ટ સીઝન માટે કાઉન્ટી ટીમ માટે ઉપલબ્ધ રહેવાનો હતો. PCB એ બે અઠવાડિયા પહેલા જ T20 બ્લાસ્ટ માટે તેમને NOC પણ આપ્યું હતું. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે નવાઝ અંગે PCBની તપાસ બાદ સરે સાથેનો તેમનો કરાર રદ કરવામાં આવ્યો છે.જો કે,સરેએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન જારી કર્યું નથી.

આ પણ વાંચો - IPL 2026: રાજસ્થાન સામે ઋષભ પંતનો 'માસ્ટર પ્લાન', પ્લેઈંગ 11 માં આ ખેલાડીની થશે એન્ટ્રી


  • Follow us on: