પૂર્વ ભારતીય સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પોતાના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસને લઈને ખુલાસો કર્યો છે.તેણે જણાવ્યું કે,આ નિર્ણય અચાનક નહોતો લેવાયો,પરંતુ એક ખાસ ક્ષણે તેને એવો અનુભવ અપાવ્યો કે,હવે ટીમમાં તેની ભૂમિકા ખતમ થઈ ગઈ છે.વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અશ્વિન ટીમના સિનિયર સ્પિનર તરીકે ઉપસ્થિત હતો,પરંતુ પર્થ ટેસ્ટમાં તેની પહેલા યુવા વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી.આ એ ક્ષણ હતી,જેણે અશ્વિનને અંદરથી હચમચાવી નાખ્યો.અશ્વિને સ્વીકાર્યું કે,એ જ સમયે તેને સમજાઈ ગયું હતું કે,ભારતીય ટેસ્ટ ટીમમાં તેની યાત્રા હવે અંતિમ પડાવ પર છે.સીરિઝ ખતમ થયા પછી તેણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.


 એક કાર્યક્રમ અશ્વિને કર્યો ખુલાસો

કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન આ અનુભવને શેર કરતા તેણે સ્પષ્ટ કર્યું કે,આ તેનો પોતાનો નિર્ણય હતો. એ સમયે ટીમ મેનેજમેન્ટ પર ઉઠેલા સવાલો અને જબરદસ્તી સંન્યાસ લેવા જેવી ચર્ચાઓનું તેણે સંપૂર્ણ રીતે ખંડન કર્યું છે. તેની જગ્યાએ હેડ કોચ ગૌતમ ગંભીરના સમર્થનમાં અશ્વિને કહ્યું કે, ગંભીર હંમેશા ટીમને કોઈપણ ખેલાડીથી ઉપર રાખે છે અને જીતનું શ્રેય આખી ટીમને આપે છે.

અશ્વિને બે ખેલાડી વિશે વાત કરી

અશ્વિને એ પણ કહ્યું કે,ભારતીય ક્રિકેટ કોઈ એક કે બે ખેલાડીઓ પર નિર્ભર નથી.તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પસાર કરેલા વર્ષોને યાદ કરતા જણાવ્યું કે,એ સમયમાં સૌથી મોટી ખાસિયત ટીમની અંદર એકબીજા પર ભરોસો અને એકતા હતી.ટીમમાં કોઈપણ ખેલાડી હારનું ઠીકરું બીજા પર ફોડતું નહોતું.બધાનું એક જ લક્ષ્ય ભારતને જીત અપાવવાનું હતું.

અશ્વિનના શાનદાર કરિયર

અશ્વિનના શાનદાર કરિયર પર નજર કરીએ તો તેણે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ ઝડપી અને ઘણીવાર મેચ વિનિંગ પ્રદર્શન કર્યું. તેણે વર્તમાન ટીમને લઈને એક મહત્વની વાત કહી.તેના અનુસાર,ટીમ આ સમયે બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે. બેટિંગને લઈને તેને વધુ ચિંતા નથી. પરંતુ બોલિંગને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.અશ્વિને કહ્યું કે,કહાની માત્ર એક ખેલાડીના સંન્યાસની નહીં,પરંતુ એ સમજની પણ છે,જ્યારે એક દિગ્ગજ પોતાને ઓળખી લે છે કે,હવે નવી પેઢી માટે જગ્યા બનાવવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો - ICC ODI Rankingમાં મોટો ઉલટફેર, હરમનપ્રીત કૌરે લગાવી લાંબી છલાંગ


  • Follow us on: