T20I ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ફાતિમા સનાની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. પાકિસ્તાનના કેપ્ટને ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મહિલા T20 મેચમાં માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. આ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી છે.
ફાતિમા સનાએ સૌથી ઝડપી T20I અડધી સદી ફટકારી
ફાતિમા સનાએ માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ સિદ્ધિ અગાઉના રેકોર્ડ કરતા ત્રણ બોલ ઝડપી છે.અગાઉ સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ સોફી ડેવાઇન ફોબી લિચફિલ્ડ અને રિચા ઘોષના નામે હતો. ત્રણેય બેટ્સમેનોએ 18 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. ફાતિમા સનાની આક્રમક ઇનિંગે આખા સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું, અને તેણીએ મહિલા T20 ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી દીધું.
ફાતિમા સનાએ કર્યો કમાલ
ફાતિમા સનાએ આ ઇનિંગમાં કુલ 19 બોલનો સામનો કર્યો અને અણનમ 62 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.તેણીએ આ રન 326.31 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા, જે મહિલા ક્રિકેટમાં ખૂબ ઝડપી છે. આ સાથે, 24 વર્ષીય ફાતિમા સનાએ તેના T20I કારકિર્દીમાં બીજી વખત 50 રનનો આંકડો પાર કર્યો.
પાકિસ્તાને 223 રન બનાવ્યા
ફાતિમા સનાની યાદગાર ઇનિંગ્સને કારણે પાકિસ્તાન 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 223 રન બનાવવામાં સફળ રહ્યું.ફાતિમા ઉપરાંત, સાયરા જબીને પણ અડધી સદી ફટકારી,32 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આયેશા ઝફરે 28 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું. ઇરમ જાવેદે પણ 20 બોલમાં 29 રન બનાવ્યા.આ ઉપરાંત મુનીબા અલીએ 17 બોલમાં 22 રન બનાવીને ટીમને સારી શરૂઆત આપી.

આ પણ વાંચો - IPL 2026 Points Table : લખનૌની જીતથી રાજસ્થાનને ફાયદો,CSK માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો