દક્ષિણ આફ્રિકાએ 2026ના મહિલા T20 વર્લ્ડકપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.આ ટીમમાં સૌથી આશ્ચર્યજનક નામ શબનીમ ઇસ્માઇલનું છે,જેણે 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.જોકે તેણીએ હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને 37 વર્ષની ઉંમરે વાપસી કરી છે.2026નો મહિલા T20 વર્લ્ડકપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાવાનો છે.જ્યાં લૌરા વોલ્વાર્ડટ દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે.
શબનીમ ઇસ્માઇલ નિવૃત્તિમાંથી પરત ફરી
શબનીમ ઇસ્માઇલને 241આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે.નિવૃત્તિમાંથી પરત ફરવાથી ટીમની ઝડપી બોલિંગમાં ધાર અને ગતિ બંને ઉમેરાઈ છે.તેનો અનુભવ 2026ના T20 વર્લ્ડકપમાં ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.શબનીમ ઇસ્માઇલ T20 આંતરરાષ્ટ્રીયમાં દક્ષિણ આફ્રિકાની સૌથી સફળ બોલર પણ છે.તેણીએ 113 મેચોમાં 123 વિકેટ લીધી છે.2026ના મહિલા T20 વર્લ્ડકપ દરમિયાન તેની વિકેટની સંખ્યા વધુ વધવાની શક્યતા છે.શબનીમ ઇસ્માઇલ છેલ્લે 2023ના મહિલા T20 વર્લ્ડકપ ફાઇનલમાં રમી હતી.દક્ષિણ આફ્રિકા ઘરઆંગણે રમાયેલા તે મહિલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.













