બાંગ્લાદેશમાં BPL પહેલા મોટો બળવો થયો હતો. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ની શરૂઆત પૂર્વે જ ઢાકામાં બાંગ્લાદેશ ક્રિકેટમાં જે ધરતીકંપ આવ્યો હતો. ખેલાડીઓ પોતાના જ બોર્ડ BCB સામે મોરચો માંડયો હતો. 15 જાન્યુઆરીથી BPLનો આરંભ થવાનો હતો. પરંતુ નઝમુલ ઇસ્લામના વિવાદાસ્પદ નિવેદન બાદ ખેલાડીઓ ભડકયા હતા. અને મેદાન પર ટોસ માટે હાજર ના થતાં ખેલાડીઓએ બોર્ડ સામે કેટલીક શરતો પર રમવાની તૈયારી બતાવી હતી.


નઝમુલ ઇસ્લામ સમગ્ર વિવાદનું મૂળ કારણ 

BPL 2026ની શરૂઆત થતા પહેલા જ ખેલાડીઓ બોર્ડ સામે શરતો મૂકી હતી. ખેલાડીઓની માગ હતી કે નઝમુલ ઇસ્લામને તેમના પદ પરથી દૂર કરવામાં આવે અને તેઓ પોતાની ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગે. અંતે વિવાદ સમાપ્ત થયો અને BPLનો આરંભ. પોતાના જ બોર્ડ BCB સામે મોરચો માંડીને બેઠેલા ખેલાડીઓએ આખરે મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે. નઝમુલ ઇસ્લામના નિવેદનથી શરૂ થયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના આશ્વાસન બાદ, ખેલાડીઓએ BPLનો બહિષ્કાર પાછો ખેંચી લીધો છે, અને લીગ ફરી શરૂ થવાની તૈયારી બતાવી છે. સમગ્ર વિવાદનું મૂળ કારણ નઝમુલ ઇસ્લામ છે. જાણો આખરે કોણ છે આ નઝમુલ ઇસ્લામ.

જાણો કોણ છે નઝમુલ ઇસ્લામ

નઝમુલ ઇસ્લામ કે જેઓ BCBના ડિરેક્ટર છે. નઝમુલ ઇસ્લામ લાંબા સમયથી બાંગ્લાદેશ ક્રિકેટ વહીવટમાં સક્રિય રીતે કામગીરી કરે છે.  2021 માં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી.  તેઓ BCB ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ક્રિકેટ વહીવટ ઉપરાંત, નઝમુલ બાંગ્લાદેશી રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેઓ 2021 માં ઢાકા મેટ્રોપોલિટન રિજનનું પ્રતિનિધિત્વ કરીને બોર્ડમાં જોડાયા હતા. આ ઉપરાંત તેઓ કપડા નિકાસ અને કાપડ સાથે સંબંધિત વ્યવસાયમાં પણ જોડાયેલા છે. તેઓ યુરોપિયન અને અમેરિકન બ્રાન્ડ્સને કપડાં સપ્લાય કરતી ઘણી કંપનીઓના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર છે. BCBના ડિરેક્ટર હોવા ઉપરાંત, તેમને ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

નઝમુલ ઇસ્લામ વિવાદનો સમગ્ર મામલો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર તરીકે, નઝમુલ ઇસ્લામ તાજેતરમાં તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં છે. મુસ્તફિઝુર રહેમાન IPL વિવાદ બાદ, નઝમુલે ભારતમાં T20 વર્લ્ડ કપમાં ન રમવા માટે ઝુંબેશ શરૂ કરી હતી પરંતુ તેમને સફળતા ના મળી. ICC એ BCB ની માંગણીને નકારી કાઢી. આ વિવાદમાં ભૂતપૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલને નઝમુલ ઇસ્લામે ભારતના એજન્ટ ગણાવ્યા. તેમના આ નિવેદનથી નઝમુલ સામે બાંગ્લાદેશના ખેલાડીઓએ જ વ્યાપક વિરોધ કરતા માફીની માંગ અને હટાવવાની માગ સાથે બહિષ્કાર કર્યો. આખરે બોર્ડે મધ્યસ્થી કરતાં વિવાદ શાંત થયો અને BPLની શરૂઆત થઈ.

આ પણ વાંચો : BPL Controversy : બાંગ્લાદેશ ક્રિકેટમાં વિવાદનો અંત, ફરી શરૂ થશે BPL, જાણો છેલ્લા 30 કલાકમાં શું થયું?

  • Follow us on: