દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે અને ત્રણ મેચની ODI સીરિઝ રમી રહી છે.આ સીરિઝ દરમિયાન,દક્ષિણ આફ્રિકાથી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે.પાકિસ્તાન સામે ચાલી રહેલી ODI સીરિઝની બાકીની મેચો માટે વિકેટકીપર-બેટ્સમેન રુબિન હર્મનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.હર્મનની જગ્યાએ ઇજાગ્રસ્ત ડેવાલ્ડ બ્રેવિસને સ્થાન આપવામાં આવ્યું છે.ત્રીજી T20Iમાં ફિલ્ડિંગ કરતી વખતે ખભાની ઇજાને કારણે ડેવાલ્ડ બ્રેવિસ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.જોકે,ભારત સામે આગામી બે ટેસ્ટ મેચની તૈયારી માટે બ્રેવિસ પાકિસ્તાનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે રહેશે.આ ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી ભારતમાં શરૂ થાય છે.
હર્મનનું તાજેતરનું પ્રદર્શન
28 વર્ષીય રૂબિન હર્મન હાલમાં ભારત A સામે ચાલી રહેલી બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા A ટીમનો ભાગ છે. તેણે પ્રથમ ટેસ્ટમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, જોકે ભારત A એ મેચ ત્રણ વિકેટથી જીતી હતી. હરમન અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા માટે છ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેનો વનડે ડેબ્યૂ થયો નથી.
ઘણા સિનિયર ખેલાડીઓ પહેલાથી જ બહાર
પાકિસ્તાનમાં રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલાથી જ ઘણા સિનિયર ખેલાડીઓ વિના છે. આમાં કેપ્ટન એડન માર્કરામ, કાગીસો રબાડા, ટેમ્બા બાવુમા, કેશવ મહારાજ, ડેવિડ મિલર, ગેરાલ્ડ કોટઝી, રાયન રિકેલ્ટન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. યજમાન ટીમે પહેલી મેચ બે વિકેટથી જીતી હતી. બીજી મેચ 6 નવેમ્બરના રોજ ફૈસલાબાદમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. લુંગી ન્ગીડીના સ્થાને નકાબાયોમઝી પીટરને તક આપવામાં આવી છે. લિઝાદ વિલિયમ્સની જગ્યાએ નાંદ્રે બર્ગરને તક આપવામાં આવી છે.
બંને ટીમો માટે પ્લેઇંગ 11
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ 11:લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટોની ડી જ્યોર્જી, મેથ્યુ બ્રીટ્ઝકે (કેપ્ટન), સિનેથેમ્બા કેશિલ, ડોનોવન ફેરેરા, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, બજોર્ન ફોર્ચ્યુન, નાન્ડ્રે બર્ગર,નકાબાયોમઝી પીટર્સ.
પાકિસ્તાન પ્લેઇંગ 11: ફખર ઝમાન, સૈમ અયુબ, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન આઘા, હુસૈન તલત, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી (કેપ્ટન), મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ.