2025-26 વિજય હજારે ટ્રોફીમાં 31 ડિસેમ્બરે મુંબઈ અને ગોવા ટકરાશે.જયપુરના જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં ગોવાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલ અને અંગક્રિશ રઘુવંશી પ્રથમ બેટિંગ કરતા મુંબઈ માટે અપેક્ષિત શરૂઆત આપવામાં નિષ્ફળ ગયા. જયસ્વાલે 46 અને રઘુવંશીએ 11 રન બનાવ્યા.ત્યારબાદ મુશીર ખાન અને તેના મોટા ભાઈ સરફરાઝ ખાને જવાબદારી સંભાળી અને ગોવાના બોલરોને મુશ્કેલીમાં મુક્યા.
ભાઈ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી
સરફરાઝ અને મુશીરે ચોથી વિકેટ માટે શાનદાર 93 રનની ભાગીદારી કરી. સરફરાઝ ખાને માત્ર 23 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન મુશીર ખાને 66 બોલમાં 60 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. મુશીરના આઉટ થયા પછી, સરફરાઝે પોતાની બેટિંગનો વિનાશ ચાલુ રાખ્યો અને 56 બોલમાં શાનદાર સદી ફટકારી.
સરફરાઝે ચોગ્ગા-છનો જોવા મળ્યા
સરફરાઝે છ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે પોતાની તોફાની સદી પૂર્ણ કરી, આમ લિસ્ટ A ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી હાંસલ કરી. આ સરફરાઝની 2025-26 વિજય હજારે ટ્રોફીમાં પહેલી સદી છે અને તેનો બીજો 50+ સ્કોર છે. આ પહેલા, તેણે 26 ડિસેમ્બરે જયપુરમાં રમાયેલી મેચમાં ઉત્તરાખંડ સામે 55 રન બનાવ્યા હતા. સરફરાઝ 75 બોલમાં 157 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. તેણે આ નોંધપાત્ર ઇનિંગમાં નવ ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા.
બંને ટીમોની પ્લેઈંગ 11
ગોવાની પ્લેઈંગ ઈલેવન: સ્નેહલ કૌથંકર, કશ્યપ બખલે, અભિનવ તેજરાના, સુયશ પ્રભુદેસાઈ, લલિત યાદવ, દર્શન મિસાલ, દીપરાજ ગાંવકર (કેપ્ટન), રાજશેખર હરિકાંત (વિકેટકીપર), અર્જુન તેંડુલકર, શુભમ તારી, વાસુકી કૌશિક.
મુંબઈની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, અંગક્રિશ રઘુવંશી, સિદ્ધેશ લાડ, મુશીર ખાન, સરફરાઝ ખાન, હાર્દિક તામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, શાર્દુલ ઠાકુર (કેપ્ટન), તનુષ કોટિયન, સિલ્વેસ્ટર ડિસોઝા, તુષાર દેશપાંડે.
આ પણ વાંચો -ILT20I લીગમાં આ ખેલાડીએ કર્યો કમાલ,58 બોલમાં સદી ફટકારી