ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન શિખર ધવને 40 વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન કરી લીધા છે. તે પોતાની આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આયર્લેન્ડની રહેવાસી સોફી અને ધવન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે શનિવારે ધવન અને સોફી શાઈનના લગ્નના સમાચાર સામે આવ્યા છે.


ધવને પ્રથમ લગ્ન વર્ષ 2012માં કર્યા હતા

તમને જણાવી દઈએ કે ધવને પ્રથમ લગ્ન વર્ષ 2012માં કર્યા હતા. તે સમયે તેમણે બોક્સર આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 9 વર્ષ સુધી જ ચાલી શક્યા હતા. 2021માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષ પછી એટલે કે 2023માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

View this post on Instagram

A post shared by Sandesh News (@sandeshnews)


2 વર્ષથી કરી રહ્યા હતા ડેટ

કથિત રીતે શિખર ધવન અને સોફી શાઈન છેલ્લા લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2024માં બંનેના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ 2025માં લગભગ બંનેનો સંબંધ કન્ફર્મ થઈ ગયો હતો. હવે 2026માં બંનેએ લગ્ન કરીને આ સંબંધને એક નવું નામ આપી દીધું છે.

કોણ છે શિખર ધવનની દુલ્હનિયા?

જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો કે આખરે ધવનની દુલ્હનિયા કોણ છે? તો તમને જણાવી દઈએ કે સોફી કથિત રીતે વ્યવસાયે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફીએ લાઈમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે કેસલરોય કોલેજમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. એવું કહેવામાં આવે છે કે સોફીએ અબુ ધાબી UAE માં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટના પદ પર કામ કર્યું છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

નોંધનીય છે કે સોફી શાઈન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને 3 લાખ 70 હજારથી પણ વધુ લોકો ફોલો કરે છે. તે પોતાના ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોંધનિય છે કે, શિખર ધવન પણ હાલમાં ક્રિકેટથી દૂર છે અને તે પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.

આ પણ વાંચો- T20 WC 2026 વચ્ચે ભારતીય ક્રિકેટરે લીધા છૂટાછેડા, સોશિયલ મીડિયા પર કરી આવી પોસ્ટ




  • Follow us on: