ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખરેખર નિરાશાજનક રહ્યું છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી; એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે અન્ય બેમાં ટીમનો પરાજય થયો હતો. આ પ્રદર્શનને જોતાં, નવનિયુક્ત કેપ્ટન શ્રેયસ ઐયર વિશે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અગાઉ આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ટીમને તેમની કેપ્ટનશીપ હેઠળ ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે શ્રેયસની બહેન શ્રેષ્ટા તેના બચાવમાં આવી છે. 


શ્રેયસના બચાવમાં આવી બહેન

એક ઈન્ટરવ્યુમાં શ્રેષ્ઠા ઐયરે કહ્યું, "શુભમન ગિલ હોય કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ ઘણી મેચ હારી છે. પરંતુ જો તમે શ્રેયસ... શ્રેયસ... વિશે વાતો કરતા રહો છો તો કદાચ સમસ્યા તમારી છે. મને લાગે છે કે તે ખૂબ જ ખાસ છે. તેની પર્સનાલિટી અલગ છે અને તેની પાસે આપવા માટે ઘણું બધું છે. તેની પાસે એવા ગુણો છે જે બીજા કોઈ પાસે નથી. જલદી તેનો સમયમાં આવશે અને એક એવો સમય જ્યારે બધા કહેશે કે શ્રેયસ ભારતના શ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક છે.

https://twitter.com/LoyleRohitFan/status/2074865618713805075


 કેપ્ટન તરીકે ખરાબ શરૂઆત 

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ વિજેતા ટીમની જવાબદારી સંભાળ્યા બાદ તેને ભારે દબાણનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી તે મેનેજમેન્ટ અને ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. દરેક વ્યક્તિ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર વાપસીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં ટીમ ત્રણમાંથી બે મેચ હાર્યા બાદ પાછળ છે. જો ટીમ ઈન્ડિયા સીરીજ બચાવવા માંગે છે, તો તેણે આગામી બે મેચ કોઈપણ કિંમતે જીતવી જ જોઈએ. જો ટીમ જીત હાંસલ કરે છે તો શ્રેયસ ઐયર પણ આલોચકોને વળતો જવાબ આપી શકશે. 

આ પણ વાંચો: 'આ તો સરેન્ડર હતું...', શ્રેયસ ઐયર પર ભડક્યા અનિલ કુંબલે; આપી દીધી સલાહ