ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ સામે રમી રહી છે.આજથી પાંચ મેચની T20I સીરિઝ શરૂ થઈ રહી છે.જે T20I વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે.જોકે ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ આ સીરિઝનો ભાગ નથી.પરિણામે તેમણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2027 વર્લ્ડ કપ માટે પોતાની યોજનાઓ પહેલેથી જ બનાવી લીધી છે.આ દરમિયાન તેમણે BCCI સમક્ષ એક માંગ પણ મૂકી છે, જેના પર તમામ ટેસ્ટ ટીમના ખેલાડીઓ સંમત થઈ શકે છે.


શુભમન ગિલ BCCI સમક્ષ આ ડિમાન્ડ કરી

શુબમન ગિલે ભારતીય ક્રિકેટમાં લાંબા ફોર્મેટને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે.ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ માને છે કે નિયમિત ટેસ્ટ ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં ઓછામાં ઓછી એક મેચ રમવી જોઈએ.તેમનું કહેવું છે કે આનાથી ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટનો અભ્યાસ કરવાની વધુ તક મળશે, ખાસ કરીને IPLપહેલા કારણ કે ટીમ ઈન્ડિયા ઓગસ્ટ સુધી કોઈ ટેસ્ટ મેચ રમશે નહીં.

ગૌતમ ગંભીર અને અજિત અગરકર સાથે ચર્ચા કરી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગિલે કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે.મેનેજમેન્ટે પણ આ વિચારને ટેકો આપ્યો છે જેથી ખેલાડીઓ લાંબા સમય સુધી રેડ-બોલ ક્રિકેટથી દૂર ન રહે.તાજેતરમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે 0-2થી ટેસ્ટ સીરિઝ હારી ગયું,જેનું એક મુખ્ય કારણ ફોર્મેટમાં ફેરફાર પછી તૈયારીનો સમયનો અભાવ હતો.ગિલે કહ્યું કે વિદેશથી પાછા ફર્યા પછી તરત જ ભારતમાં મેચ રમવી મુશ્કેલ છે.જૂના દિવસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 2016-2018ની આસપાસ એવું કોઈ ચુસ્ત સમયપત્રક નહોતું કે જ્યાં ખેલાડીઓને ચોથા દિવસે મેચ રમવાની હોય.તેમનું સૂચન છે કે કેલેન્ડરમાં થોડી છૂટછાટ હોવી જોઈએ,જેમ કે 10-12 દિવસનો ગેપ, જેથી ખેલાડીઓ આરામ કરી શકે અને તૈયારી કરી શકે.

2027 વર્લ્ડ કપ માટે પણ યોજનાઓ બનાવી

શુભમન ગિલ 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.તે ભવિષ્યની રણનીતિઓ ઘડવા માટે ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરી રહ્યો છે. ગિલ ટેસ્ટ અને ODI ટીમોના કેપ્ટન છે, પરંતુ 2026 T20 વર્લ્ડ કપ ટીમમાં તેનો સમાવેશ નથી.ન્યુઝીલેન્ડ સામેની તાજેતરની ODI સીરિઝ પછી પણ, તેણે વિરામ લીધો નથી અને રણજી ટ્રોફીમાં પંજાબ માટે રમવાનું નક્કી કર્યું છે. તેનું આગામી ટેસ્ટ કાર્ય ઓગસ્ટ 2025માં શ્રીલંકા સામે બે મેચની સીરિઝ છે. તેથી, ગિલ પ્રેક્ટિસ કરવાની કોઈ તક ગુમાવવા માંગતો નથી.

આ પણ  વાંચો - IND Vs NZ: નાગપુરની પીચ પર ટોસ રહેશે મહત્વપૂર્ણ, સ્પિનરોનું વર્ચસ્વ રહેવાની શક્યતા!



  • Follow us on: