ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODIસીરિઝ રમાઈ હતી.સીરિઝ ની અંતિમ મેચ 25 ઓક્ટોબરે રમાઈ હતી. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 9 વિકેટથી જીતી લીધી. જોકે, ટીમ ઈન્ડિયા 2-1 થીસીરિઝ હારી ગઈ.સીરિઝ જીત્યા બાદ શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે બંને દિગ્ગજોની પ્રશંસા કરી હતી.


ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈ મોટું નિવેદન 

શુબમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે કહ્યું હતું કે, "અમારી રમત લગભગ સંપૂર્ણ હતી. પીછો જોવાનો આનંદ હતો. રોહિત અને કોહલી ઘણા વર્ષોથી આ કરી રહ્યા છે, અને તે જોવાનો ખરેખર આનંદ હતો. તે ખાસ મેદાન પર એક ખાસ જીત હતી.

મેચની આ સ્થિતિ હતી

સિડની ODI માં, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 46.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ સૌથી વધુ 58 બોલમાં 56 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ ફક્ત 38.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. રોહિત શર્માએ 125 બોલમાં 121 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ 81 બોલમાં 74 રન બનાવ્યા

  • Follow us on: