ન્યૂઝીલેન્ડ સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત 3 જાન્યુઆરી શનિવારના રોજ કરવામાં આવશે.આ સીરિઝમાં ટીમના નવા કેપ્ટન શુભમન ગિલની વાપસી પણ થશે.ગિલ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ ગુમાવી ચૂક્યો હતો.તે T20I સીરિઝમાં પાછો ફર્યો હતો, પરંતુ ઈજાને કારણે ફરીથી અંતિમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો.હવે સંપૂર્ણપણે ફિટ તે આ સીરિઝમાં પાછો ફરશે.જોકે આ ODI સીરિઝ પહેલા શુભમન ગિલ વિજય હજારે ટ્રોફીમાં સતત બે મેચ રમીને એક્શનમાં પાછો ફરશે.


ગિલ પ્રથમ બે મેચ રમશે

મીડિયા રિપોર્ટ  અનુસાર, ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓની જેમ, શુભમન ગિલ પણ વિજય હજારે ટ્રોફીમાં તેની હોમ ટીમ, પંજાબ માટે રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે. ગિલ 50 ઓવરની ટુર્નામેન્ટમાં પંજાબ માટે બે મેચ રમશે. પંજાબ તેમની આગામી ત્રણ ગ્રુપ સ્ટેજ મેચ 3, 6 અને 8 જાન્યુઆરીએ રમશે, જેમાંથી ગિલ પ્રથમ બે મેચ રમશે.

પંજાબ ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. 

ટી20 સીરિઝ દરમિયાન પગમાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ, ગિલ છેલ્લા કેટલાક સમયથી તેની ઘરઆંગણાની ટીમ અને પંજાબ ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે 3 જાન્યુઆરી, શનિવારના રોજ સિક્કિમ સામેની મેચ માટે પાછો ફરે તેવી શક્યતા છે. ત્યારબાદ તે 6 જાન્યુઆરીએ ગોવા સામેની આગામી મેચમાં રમી શકે છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયા 7 જાન્યુઆરીથી વનડે સીરિઝ માટે ભેગા થશે, જેના કારણે ગિલ ત્રીજી મેચ ગુમાવશે. પંજાબની બંને મેચ જયપુરમાં રમાશે.

અર્શદીપ સિંહ પણ બંને મેચ રમશે 

ફક્ત શુભમન ગિલ જ નહીં, પરંતુ તેના ટીમ ઈન્ડિયા અને પંજાબના સાથી અર્શદીપ સિંહ પણ બંને મેચમાં રમે તેવી શક્યતા છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પણ વનડે સીરિઝ માટે પસંદગી થવાની શક્યતા છે. જોકે, તે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ અને 2026ના ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ પણ છે. પસંદગીકારો તેને ઓડીઆઈ સીરિઝ માંથી આરામ આપશે કે નહીં તે જોવાનું બાકી છે.

આ પણ  વાંચો -Viral Video : યુવકે કર્યો પ્લાસ્ટિકના બોલથી અદ્ભુત સ્વિંગ, આકાશ ચોપરાએ કહ્યું- સ્ટાર્ક પણ...




  • Follow us on: