ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સિંગર-દિગ્દર્શક પલાશ મુચ્છલના લગ્ન અંગે ઘણા દિવસોથી સસ્પેન્સ ચાલી રહ્યું હતું.હવે,સ્મૃતિ અને પલાશ બંનેએ લગ્ન રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.સ્મૃતિ અને પલાશે એક પોસ્ટ શેર કરીને પુષ્ટિ આપી છે કે તેઓ લગ્ન નહીં કરે.તેઓ બંને જીવનમાં આગળ વધવા માંગે છે. સ્મૃતિ અને પલાશના લગ્ન તૂટવાના સમાચાર ચાહકો માટે એક મોટો આઘાત સમાન છે.
સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન તૂટી ગયા
સિંગર પલાશ અને સ્મૃતિ લાંબા સમયથી તેમના લગ્ન અંગે મૌન હતા.જોકે પલાશે હવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તે સ્મૃતિ સાથે લગ્ન કરી રહ્યો નથી. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષો તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે અને તે હવે તેના ભૂતકાળના સંબંધોથી આગળ વધવા માંગે છે. પલાશે એમ પણ કહ્યું છે કે તે તેના પર આરોપ લગાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરશે.













