ઘણા લોકો ક્રિકેટ જોવાના શોખીન હોય છે તો કેટલાક રમવાના હોય છે અને કેટલાકને ફક્ત જોવામાં જ વધારે મજા આવે છે અને એ પણ સ્ટેડિયમમાં જઈને મજા માણે છે, શું તમને આ ખબર છે કે આજથી કેટલાક વર્ષો પહેલા નાગપુરમાં એક ગંભીર ઘટના બની હતી, એમાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના 30 વર્ષ પહેલાં આ દિવસે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં એક ઘટના બની હતી જેણે બધાને હચમચાવી દીધા હતા.
એક દિવાલ ધરાશાયી થઈ,જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા
નાગપુર વનડે પહેલા, સ્ટેડિયમમાં એક નવું સ્ટેન્ડ એક્સટેન્શન બનાવવામાં આવ્યું હતું. આ દિવાલ દર્શકોની વધતી જતી ભીડને સમાવવા માટે બનાવવામાં આવી હતી. લંચ બ્રેક દરમિયાન, જ્યારે હજારો દર્શકો ખાવા અને આરામ કરવા માટે આમતેમ ભેગા થઈ રહ્યા હતા, ત્યારે આ નવી દિવાલ અચાનક તૂટી પડી. 09 લોકો માર્યા ગયા અને 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કાટમાળ નીચે દટાયેલા લોકોની ચીસો આખા સ્ટેડિયમમાં ગુંજી ઉઠી, પરંતુ આશ્ચર્યજનક રીતે, મેદાન પરના ખેલાડીઓ આ ભયાનક ઘટનાથી અજાણ હતા.













