પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં ત્રણ યુવા ક્રિકેટરોના મોતથી બધાને આઘાત લાગ્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાન ક્લબના ત્રણ ક્રિકેટરો માર્યા ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો.આ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની T20 સીરિઝમાં રમવાનો ઇનકાર કર્યો હતો.


અધ્યક્ષ હુમલાની નિંદા કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે અફઘાનિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યું છે, પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે, તેને કાયરતાપૂર્ણ ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યકક્ષે પણ આ ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હુમલાની નિંદા કરી છે.

પાક.એ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન, 17 ઓક્ટોબર, શુક્રવારની રાત્રે, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો. બધી હદ પાર કરીને, પાકિસ્તાની વાયુસેનાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં કેટલાક ક્લબ ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં સ્થાનિક ક્લબના ત્રણ યુવા ખેલાડીઓ - કરીબ આગા, હારૂન અને સિબઘાતુલ્લાહ - માર્યા ગયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા.


  • Follow us on: