T20I વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે.આ મોટી ટુર્નામેન્ટ માટે વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનનો ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે.સંજુ સેમસન આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી ચૂક્યો છે.તે હાલમાં નેટમાં સખત મહેનત કરી રહ્યો છે.વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે T20I સીરિઝ રમશે.ત્યારે આ સીરિઝ ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડકપ તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.


સંજુએ યુવરાજ સિંહ પાસેથી ટિપ્સ લેતા જોવા મળ્યો

ન્યૂઝીલેન્ડ સામેની T20I સીરિઝમાં અભિષેક શર્મા સાથે સંજુ સેમસન ઇનિંગ્સ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.આ સીરિઝ પહેલા સંજુ સેમસન યુવરાજ સિંહ પાસેથી બેટિંગ ટિપ્સ લેતા જોવા મળ્યા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં યુવરાજ સંજુ સેમસનને ફૂટવર્ક ટિપ્સ આપતા જોવા મળ્યો હતો.જ્યારે સેમસન તેની સામે ઊભો રહીને ધ્યાનથી સાંમભળી રહ્યો હતો.

2024 T20I વર્લ્ડ કપ પછી સંજુ સેમસનનું પ્રદર્શન રહ્યું

2024 ના T20I વર્લ્ડકપ અને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓની નિવૃત્તિ પછી સંજુ સેમસનને T20I આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનર તરીકે ઘણી તકો મળી છે.અને તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.તેણે આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો 18 મેચોમાં 32.88ની સરેરાશ અને 178ના સ્ટ્રાઇક રેટથી 559 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.જોકે આ પ્રભાવશાળી પ્રદર્શન છતાં ટીમમાં સેમસનનું સ્થાન નિશ્ચિત થયું નથી.શુભમન ગિલની વાપસી પછી તેને કેટલીક મેચો ગુમાવવી પડી હતી.

T20I આંતરરાષ્ટ્રીય મેચોમાં સંજુ સેમસનનું પ્રદર્શન કેવું રહ્યું?

T20I આંતરરાષ્ટ્રીય મેચોમાં સંજુ સેમસનનું પ્રદર્શન સારું રહ્યું છે.સેમસન અત્યાર સુધીમાં ૫૨ T20I આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે.જેમાં 44 ઇનિંગ્સમાં 1032 રન બનાવ્યા હતા.જેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે,અને ચાર વખત અણનમ રહ્યો છે.તેનો સર્વોચ્ચ સ્કોર 111 રન છે.ન્યુઝીલેન્ડ T20I સીરિઝ અને ત્યાર બાદનો T20I વર્લ્ડ કપ સંજુ સેમસનના કરિયર માટે મહત્વપૂર્ણ છે.તે બંને ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

આ પણ  વાંચો - Sunil Gavaskar Gifts : બેટ છે કે ગિટાર? સુનીલ ગાવસ્કરે જેમીમાને આપી આ ખાસ ભેટ, જુઓ VIDEO


  • Follow us on: