ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.બંને ટીમો એક ODI સીરિઝ રમી રહી છે.આ સીરિઝ વચ્ચે એક ભારતીય ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે.તેણે 15 જૂન,2014ના રોજ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો,અને ભારત માટે રમનાર જમ્મુ અને કાશ્મીરનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. જોકે, તેણે હવે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
પરવેઝ રસૂલે ક્રિકેટને કહ્યું અલવિદ
ભારત માટે ODI રમનાર જમ્મુ અને કાશ્મીરના પ્રથમ ક્રિકેટર પરવેઝ રસૂલે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36વર્ષીય ઓલરાઉન્ડરે 18 ઓક્ટોબરના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને તેના નિર્ણયની જાણ કરી હતી.પરવેઝ રસૂલે 15 જૂન 2014ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો ODI રમ્યો હતો.તે મેચમાં,તેણે 10 ઓવરમાં 60 રન આપીને બે વિકેટ લીધી હતી.26જાન્યુઆરી 2017ના રોજ કાનપુરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી તેની એકમાત્ર T20 મેચમાં,તેણે ૫ રન બનાવ્યા અને 32રન આપીને ઇયોન મોર્ગનની વિકેટ લીધી.
રસૂલની સ્થાનિક કારકિર્દી શાનદાર રહ્યું 
રસૂલની સ્થાનિક કારકિર્દી શાનદાર રહી. તેણે 95ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 5,648 રન બનાવ્યા અને 352વિકેટ લીધી. તેણે164લિસ્ટ A મેચ અને 71T20 મેચ પણ રમી. તેને રણજી ટ્રોફીમાં બે વાર  બેસ્ટ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ ટ્રોફી એવોર્ડ મળ્યો. IPLમાં, તેણે પુણે વોરિયર્સ ઈન્ડિયા, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કુલ 11મેચ રમી.

નિવૃત્તિ પછી રસૂલે શું કહ્યું

નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, રસૂલે સ્પોર્ટસ્ટારને કહ્યું, "જ્યારે અમે રમવાનું શરૂ કર્યું, ત્યારે ઘણા લોકોએ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટને ગંભીરતાથી લીધું ન હતું. "અમે કેટલીક મોટી ટીમોને હરાવી અને રણજી ટ્રોફી અને અન્ય BCCI-સંલગ્ન ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. મેં લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે, અને ટીમની સફળતાની વાર્તામાં થોડું પણ યોગદાન આપવાનો મને ખૂબ સંતોષ મળે છે."
  • Follow us on: