ICC T20I વર્લ્ડ કપ 2026માં યોજાશે. આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે. આ વર્લ્ડ કપ પહેલા પૂર્વ દિગ્ગજ અમ્પાયર સાયમન ટફલે આ ગેમમાં ફેરફારો જોવા માંગે છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આ નિવેદન આપ્યું હતું.T20I ક્રિકેટે ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધારી છે. પણ બોલરો માટે મુશ્કેલ સમય પણ આવ્યો છે. જેમાં જસપ્રીત બુમરાહ, સુનીલ નારાયણ અને મુસ્તફિઝુર રહેમાન જેવા બોલર સારું પરફોર્મ કરી રહ્યા છે છતાં બીજા બોલરની ખુબ ધોલાઈ થાય છે. હવે અંગે અનુભવી અમ્પાયર સાયમન ટફલે T20I ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે મહત્વની સલાહ આપી છે.
અમ્પાયર સાયમનનું નિવેદન
પૂર્વ ICC એલિટ-લેવલના અમ્પાયર સાયમન ટફલે T20I ક્રિકેટમાં બેટ અને બોલ વચ્ચે બેલેન્સ રીસ્ટોર કરવા માટે નિયમમાં મોટા ફેરફાર કરવાનું કહ્યું છે . ટફલના મતે T20 ક્રિકેટના નિયમ બનાવનારાઓએ એક જ બોલરને પ્રતિ મેચ 5 ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપવી જોઈએ. હાલમાં દરેક બોલરને વધુમાં વધુ 4 ઓવર બોલિંગ કરી શકે. પરંતુ ટફલ માને છે કે એક જ પ્લેયરને 5 ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપવાથી ગેમમાં નવો મોકો ઉભો થશે.
બેટ્સમેન 20 ઓવર બેટિંગ કરી શકે છે
સાયમન ટફલે જણાવ્યું હતું કે,જો કોઈ બેટ્સમેન 20 ઓવર બેટિંગ કરી શકે છે તો બોલરોને પણ આ ફોર્મેટમાં થોડી છૂટ આપવી જોઈએ કેમ કે, આ ગેમમાં તેઓ હંમેશા ભારે પ્રેશરમાં હોય છે.ક્રિકબઝ સાથેની એક મુલાકાતમાં તેમને કહ્યું હતું કે, જુઓ, મેં પર્સનલી અમુક લીગને કેટલાક સૂચનો આપ્યા છે જે હજુ સુધી ધ્યાને લેવાયા નથી. પરંતુ હું લિમિટેડ ઓવરના ક્રિકેટમાં ફરીથી બેટ અને બોલને ઈક્વલી રીતે રમતા જોવા માંગુ છું.તેમને કહ્યું હતું કે "હું ઈચ્છું છું કે કોઈ બોલર T20 ક્રિકેટમાં પાંચમી ઓવર નાખે. કેમ કે, બેટ્સમેન આખી ઇનિંગ દરમિયાન ક્રીઝ પર રહી શકે છે તો બોલરને પણ વધારાની એક ઓવર એવી જોઈએ. તેનાથી બોલર અને બેટ્સમેનનું બેલેન્સ યોગ્ય કરી શકાય છે.