T20 World Cup 2026 આવતા વર્ષે શરૂ થશે. જેના માટે બધી ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડ ટીમના સિલેક્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો પહેલા, કીવી ટીમના મુખ્ય કોચે પણ રાજીનામું આપી દીધું હતું. ન્યુઝીલેન્ડ ટીમ સામે એક મોટી સમસ્યા ઉભી થઈ છે. હવે ન્યુઝીલેન્ડ નવા  સિલેક્ટરની શોધમાં છે.


સેમ વેલ્સે  સિલેક્ટરનું છોડ્યું પદ 

ન્યૂઝીલેન્ડ ટીમ સિલેક્ટર સેમ વેલ્સે લગભગ 2 વર્ષ સુધી કિવી ટીમ માટે કામ કર્યું હતું, ત્યારબાદ તેમણે હવે તેને છોડી દેવાનો નિર્ણય લીધો છે. વેલ્સે ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ ટીમની પસંદગી કરી હતી, જેણે ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવી હતી. સેમ વેલ્સે પરિવર્તનના સમયગાળા દરમિયાન પણ ટીમને એક સાથે રાખી હતી.

પહેલા કોચ ગેરી સ્ટેડ, પછી કેપ્ટન કેન વિલિયમસન અને પછી ટિમ સાઉથીએ પણ કેપ્ટનશીપ છોડી દીધી, પરંતુ સેમ વેલ્સ ટીમ સાથે રહ્યા. સેમ વેલ્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કિવી ટીમની પણ પસંદગી કરી.


 સિલેક્ટરનું પદ કેમ છોડ્યું?

41 વર્ષીય સેમ વેલ્સને ગયા વર્ષે ડ્યુનેડિન લો ફર્મ ગેલવે કૂક એલનના ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. હવે સેમ વેલ્સે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સિલેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. સિલેક્ટર પદ છોડતી વખતે સેમ વેલ્સે કહ્યું, છેલ્લા 2 વર્ષથી ન્યુઝીલેન્ડ ટીમ માટે  સિલેક્ટર તરીકે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ટીમમાં મારા યોગદાન માટે હું ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો ખૂબ આભારી છું.


  • Follow us on: