T20I વર્લ્ડકપને હવે 20 દિવસ બાકી રહ્યા છે આવામાં બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે કેમ તેનું કોકડું હજુ ગુંચવાયેલું છે.IPLમાં મુસ્તફિઝુર સામે ભરવામાં આવેલા પગલા બાદ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ભારતમાં આવવા તૈયાર નથી તેવી વાત ચાલી રહી છે.તેની વચ્ચે એક નવી ઘટના સામે આવી છે.જેમાં હવે બાંગ્લાદેશ દ્વારા એક શરમજનક પગલું ભરવામાં આવ્યું છે.જેમાં ICCના ભારતીય અધિકારી બાંગ્લાદેશના વિઝા આપવામાં આવ્યા નથી.નોંધનીય છે કે,17 જાન્યુઆરીએ બે ICC અધિકારીઓ BCB સાથે વાતચીત કરવા માટે ઢાકા જવાના હતા,પરંતુ બાંગ્લાદેશે ભારતીય ICC અધિકારીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો,જેના કારણે ICCનો માત્ર એક સભ્ય ઢાકા પહોંચ્યો હતો.


બાંગ્લાદેશની ટીમ વિવાદમાં

ICC T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ભાગીદારીને લગતો વિવાદ હજુ પણ ચાલુ છે. T20 વર્લ્ડ કપ આવતા મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ બાંગ્લાદેશની ટીમ ભારત જશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગેના મડાગાંઠને ઉકેલવા માટે ICCની બે સભ્યોની ટીમ શનિવારે ઢાકા જવાની હતી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશે અવરોધો ઉભા કર્યા છે.

ICCઅધિકારીને વિઝા આપવામાં વિલંબ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરવા માટે ઢાકા જવાના બે ICC અધિકારીઓમાં એક ભારતીય મૂળનો હતો.તેમની સાથે ICC ભ્રષ્ટાચાર વિરોધી એકમ અને સુરક્ષાના વડા એન્ડ્રુ એફગ્રેવ પણ આવવાના હતા, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર એન્ડ્રુ એફગ્રેવ એકલા ઢાકા પહોંચ્યા હતા.આવું એટલા માટે થયું કારણ કે બાંગ્લાદેશે ભારતીય મૂળના ICCઅધિકારીને વિઝા આપવામાં વિલંબ કર્યો હતો, જેના પરિણામે પૂર્વ-આયોજિત સમયપત્રક મુજબ ફક્ત એક જ ICC સભ્ય ઢાકા પહોંચ્યો હતો.

ICC T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો વિવાદ શું છે?

મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી મુક્ત કર્યા પછી આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. T20 વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ ભારતમાં ચાર લીગ મેચ રમવાનું છે, પરંતુ સુરક્ષા ચિંતાઓને ટાંકીને, બાંગ્લાદેશે માંગ કરી છે કે ICC તેમની મેચો સંયુક્ત યજમાન શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી છે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હોવાથી, ICC દ્વારા BCBને ભારતમાં રમવા માટે આવે તેના માટે અંતિમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટુર્નામેન્ટનું આયોજન વધુ ગંભીર બન્યું 

ICC અને BCB વાટાઘાટોની સંપૂર્ણ જવાબદારી હવે ફક્ત એન્ડ્રુ એફગ્રેવની છે. ભૂતપૂર્વ બ્રિટિશ પોલીસ અધિકારી તરીકે, એફગ્રેવ બાંગ્લાદેશી અધિકારીઓને ભારતમાં તેમને મળતી સુરક્ષાની ખાતરી આપવા માટે એક વિગતવાર સુરક્ષા યોજના રજૂ કરશે. વર્લ્ડ કપ શરૂ થવામાં ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, જો ICC અને BCB વચ્ચેની આ વાટાઘાટો નિષ્ફળ જાય છે, તો ટુર્નામેન્ટનું આયોજન ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ પણ  વાંચો - U19 World Cup 2026માં નો હેન્ડશેક વિવાદ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બની આ ઘટના



  • Follow us on: