ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. સૂર્ય કુમાર યાદવાના હાથમાં ટીમની કમાન સોંપવામા આવી છે. જયારે અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો ટીમની પસંદગી માટે મુંબઈમાં બેઠક કરવામાં આવી હતી. જેના બાદ અત્યારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ઘોષણા કરવામાં આવી. આ ટીમમાં સૌથી મોટા શોંકિગ સમાચાર શુભમન ગિલને લઈને લઈને આવ્યા છે.
https://twitter.com/BCCI/status/2002297878274818476
T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડીયા સ્કવોડ
ટીમ ઈન્ડિયા સ્કવોડમાં શુભમન ગિલથી ટીમમાંથી બહાર કરાયો. જયારે વાઈસ કેપ્ટન તરીકે અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે. અજિત અગરકરના નેતૃત્વ હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત બપોરે 2.10 વાગ્યે કરવામાં આવી. T-20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયાન સ્કવોડમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન ), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પાંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે.
7 ફેબ્રુઆરીથી શરૂ T20 વર્લ્ડ કપ
મહત્વનું છે કે T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, અને ફાઇનલ 20 માર્ચે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ), નામિબિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા તેની ગ્રુપ મેચો ચાર અલગ અલગ સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમની ગ્રુપ મેચો અરુણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી), વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ), આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ખાતે યોજાશે.
આ પણ વાંચો : T20 World Cup Squad 2026 : આ 7 ખેલાડીઓને 2026 T20 વર્લ્ડ કપ ટીમમાં નહીં મળે સ્થાન? લિસ્ટમાં રિષભ પંત સહિત અનેક મોટા સ્ટાર