T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી હવે ટીમ ઇન્ડિયાનું આગામી લક્ષ્ય ICC વનડે વર્લ્ડ કપ 2027 હશે. ટીમ ઇન્ડિયાએ T20 ફોર્મેટમાં સતત બે વર્લ્ડ કપ જીત્યા છે, પરંતુ 50 ઓવરના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લે 2011માં જીત મેળવી હતી. એવામાં ટીમ 16 વર્ષનો દુષ્કાળ ખતમ કરવા ઇચ્છશે. ભારતની જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે ટીમ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારી ક્યારથી શરૂ કરશે.


ટીમ ઇન્ડિયા 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે

ગૌતમ ગંભીરે જણાવ્યું કે IPL 2026 પૂર્ણ થયા પછી ટીમ ઇન્ડિયા 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. તેણે કહ્યું કે આઈપીએલ 2026 અને વર્લ્ડ કપ વચ્ચે આશરે 25થી 30 વનડે મેચ રમવામાં આવશે. આ માટે જલદી યોજના બનાવવી જરૂરી છે, કેમ કે આજકાલ વનડે ફોર્મેટ વધુ રમાતું નથી ગંભીરે કહ્યું કે "2027 વર્લ્ડ કપની યોજના આઈપીએલ પછી શરૂ થશે. આઈપીએલ 2026 અને વર્લ્ડ કપ વચ્ચે આશરે 25-30 વનડે મેચ રમાશે. આજકાલ આ ફોર્મેટ વધુ રમાતું નથી, એટલા માટે જેટલી જલદી યોજના બનાવવાનું શરૂ કરશે એટલું આપણા માટે સારું રહેશે.

સાઉથ આફ્રિકામાં ક્રિકેટ રમવું સરળ ન હતું :ગંભીર

વર્લ્ડકપ 2027નું આયોજન સાઉથ આફ્રિકામાં થવાનું છે. ગંભીરે કહ્યું કે સાઉથ આફ્રિકામાં ક્રિકેટ રમવું સરળ નથી હોતું. એટલા માટે ટીમના યોગ્ય કોમ્બિનેશન અને એવા ખેલાડીઓની ઓળખ કરવી પડશે જે ત્યાંની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે." તેઓએ કહ્યું કે "સિલેક્ટર્સ અને કોચિંગ સ્ટાફ મળીને તેના પર કામ કરશે અને આઈપીએલ 2026 પૂર્ણ થાય ત્યાં સુધીમાં વર્લ્ડ કપ માટે ટીમની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જશે.

2011 પછી વનડે વર્લ્ડ કપની  ટ્રોફી જીતી શક્યું નથી : ગંભીર

નોંધનીય છે કે 2007માં ધોનીની કેપ્ટનશિપમાં ભારતે પહેલો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ 2024માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં બીજીવાર ટી20 વર્લ્ડ કપ જીતીને ભારત ચેમ્પિયન બન્યું હતું. હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં પણ 2026નો ટી20 વર્લ્ડ કપ જીતીને ભારતે ઇતિહાસ રચી દીધો છે. ભારત T20 વર્લ્ડ કપને સફળતાથી ડિફેન્ડ કરનાર પહેલી ટીમ બની ગઈ છે. સતત બે વાર ખિતાબ જીતનાર પહેલી ટીમ બની અને ઘરઆંગણે ટુર્નામેન્ટ જીતનાર પણ પહેલી ટીમ બની હતી. પરંતુ ભારત 1983 અને 2011 બાદથી વનડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી શક્યું નથી.

આ પણ  વાંચો - ICCના પ્રયાસો નિષ્ફળ, વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ 10 દિવસ પછી ઘરે પરત ફર્યા


  • Follow us on: