હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ આર અશ્વિન પણ રમી રહ્યો છે. આ લીગમાં આર અશ્વિન ડિંડીગુલ ડ્રેગંસની કેપ્ટનશિપ કરી રહ્યો છે.


આ લીગની 11મી મેચ સીચેમ મદુરૈ પેન્થર્સ અને ડિંડીગુલ ડ્રેગંસની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આર અશ્વિનની ટીમની ફીલ્ડિંગ જોઈને દરેક ફેન્સ ટીમની મજાક બનાવી રહ્યા છે, પરંતુ અશ્વિનની ટીમે શાનદાર જીત હાંસલ કરી.

ડિંડીગુલ ડ્રેગંસની ફીલ્ડિંગ બની મજાક

ભલે આ મેચ આર અશ્વિનની ટીમ ડિંડીગુલ ડ્રેગંસ જીતી ગઈ હોય પરંતુ ફીલ્ડિંગમાં ટીમના ખેલાડીઓએ ખૂબ જ ભૂલ કરી. આ મેચ દરમિયાન એક એવી ક્ષણ આવી, જ્યારે દરેક ફેન્સ ડિંડીગુલ ડ્રેગંસની ફીલ્ડિંગ જોઈને હસવા લાગ્યા, કેપ્ટન અશ્વિન પણ આ બધું જોઈને હેરાન રહી ગયો હતો.

આ ઘટના ઈનિંગના છેલ્લા બોલ પર જોવા મળી, જ્યારે ગુરજપનીત સિંહે એક્સ્ટ્રા કવરની તરફ એક શોટ રમ્યો, જેના પર તેને ઝડપથી સિંગલ લીધો અને ત્યારે એક્સ્ટ્રા કવરની તરફ ઉભેલા અશ્વિનને બોલને પકડીને થ્રો કર્યો, પરંતુ બોલર આ બોલને પકડી શક્યો નહીં, જેના કારણે બેટ્સમેને બીજો રન પણ લઈ લીધો.


ત્યારબાદ આગળનો થ્રો પણ એવો આવ્યો કે વિકેટકીપર પણ જોતો રહી ગયો અને બેટ્સમેને અન્ય એક રન લઈ લીધો. આ સિવાય ત્રીજો થ્રો પણ બરાબર ન હતો. આ બધું જોઈને સ્ટેડિયમમાં હાજર ફેન્સ હસવા લાગ્યો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ડિંડીગુલ ડ્રેગંસે 9 વિકેટે જીતી મેચ

આ મેચમાં સીમેચ મદુરૈ પેન્થર્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. સીમેચ મદુરૈ પેન્થર્સની તરફથી બોલિંગ કરતાં અથીક ઉર રહમાને સોથી વધુ 50 રનની ઈનિંગ રમી હતી. ત્યારે ડિંડીગુલ ડ્રેગંસ તરફથી બોલિંગ કરતાં ડીટી ચંદ્રશેખરે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ત્યારબાદ આર અશ્વિનની ટીમ ડિંડીગુલ ડ્રેગંસે આ મેચને 12.3 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી. ડિંડીગુલ ડ્રેગંસ તરફથી બેટિંગ કરતાં શિવમ સિંહે સૌથી વધુ 86 રનની ઈનિંગ રમી હતી. ત્યારે કેપ્ટન આર અશ્વિને 29 બોલમાં 49 રન બનાવ્યા હતા.


  • Follow us on: