સિડનીમાં 2025-26 એશિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે.વરસાદના કારણે પહેલા દિવસે રમત માત્ર 45 ઓવર સુધી મર્યાદિત રહી.ત્યારબાદ,જો રૂટે બીજા દિવસે શાનદાર સદી ફટકારી,ઇંગ્લેન્ડનો સ્કોર 350 રનને પાર કરી ગયો.રૂટે એક છેડો મજબૂતીથી પકડી રાખ્યો,પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહી.પરિણામે ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 384 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગના જવાબમાં,ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત થઈ. ટ્રેવિસ હેડ અને જેક વેથરાલ્ડની ઓપનિંગ જોડીએ ટીમને મજબૂત શરૂઆત આપી પ્રથમ વિકેટ માટે 57 રન ઉમેર્યા.13મી ઓવરમાં જેક વેથરાલ્ડના આઉટ થયા પછી,માર્નસ લાબુશેન હેડ સાથે જોડાયા.સાથે મળીને તેઓએ ટીમનો સ્કોર 100 રનને પાર કરી દીધો.ટ્રેવિસ હેડ 55 બોલમાં તેની અડધી સદી પૂરી કરી.લાબુશેન તેની અડધી સદી પૂરી કરવાની ખૂબ નજીક હતો,પરંતુ બેન સ્ટોક્સ તેના બધા પ્રયાસો બગાડી નાખે છે. લાબુશેન 48 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

ટ્રેવિસ હેડની સિદ્ધિઓ

બીજી વિકેટ પડવા છતાં, હેડે પોતાનો રન-રેટ જાળવી રાખ્યો અને 63 રન પર પહોંચ્યા પછી તેણે 2025-26 એશિઝમાં 500 રન બનાવ્યા જે આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો.હેડ વર્તમાન એશિઝ સીરિઝમાં 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે.તેની નજીક પણ કોઈ નથી.આ યાદીમાં બીજા ક્રમે રહેલા જો રૂટના 394 રન છે.હેડે એશિઝમાં 500 રનનો આંકડો પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.હકીકતમાં ટ્રેવિસ હેડ 21મી સદીમાં એશિઝ સીરિઝમાં 500 થી વધુ રન બનાવનાર બીજા ઓસ્ટ્રેલિયન ઓપનર બન્યા છે. આ પહેલા, ડેવિડ વોર્નરે 2013-14 એશિઝમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.


  • Follow us on: