ભારતીય અંડર-19ટીમે ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપમાં જોરદાર શરૂઆત કરી છે.ટીમ ઈન્ડિયાએ DLS દ્વારા યુએસએ સામેની પોતાની પહેલી ગ્રુપ A મેચ 6 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો આજે બાંગ્લાદેશ સામે થશે, જેમાં બધાની નજર ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે.યુએસએ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી બેટિંગથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો,તેણે ફક્ત 2 રન બનાવ્યા હતા. હવે, બાંગ્લાદેશ સામેની મેચમાં વૈભવ પાસે કંઈક મોટું હાંસલ કરવાની તક છે.


વૈભવ સૂર્યવંશી પાસે મોટી તક

વૈભવ સૂર્યવંશી છેલ્લા એક વર્ષમાં વિશ્વ ક્રિકેટમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેની નિર્ભય બેટિંગ છે, જેણે તેને ઘણા નવા રેકોર્ડ બનાવવામાં મદદ કરી છે. દરમિયાન, વૈભવ પાસે હવે બાંગ્લાદેશ સામેની મેચમાં બેટથી મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. વૈભવે અત્યાર સુધીમાં યુવા વનડેમાં 19 ઇનિંગ્સમાં 975 રન બનાવ્યા છે, જેની સરેરાશ 50 થી વધુ છે. યુવા વનડેમાં વિરાટ કોહલીના રનના રેકોર્ડને તોડવા માટે તેને વધુ ચાર રનની જરૂર છે. કોહલીએ યુવા વનડેમાં 25 ઇનિંગ્સમાં 978 રન બનાવ્યા છે. જો વૈભવ આ મેચમાં 25 વધુ રન બનાવે છે, તો તે યુવા વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1,000 રન બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બનશે.

બધાની નજર હેનિલ પટેલ પર પણ રહેશે

આઇસીસી અંડર-19 વર્લ્ડ કપમાં યુએસએ સામેની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાની જીતમાં ઝડપી બોલર હેનિલ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે સાત ઓવરમાં માત્ર 16 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેથી, ટીમ બાંગ્લાદેશ અંડર-19 ટીમ સામેની મેચમાં હેનિલ પાસેથી આવા જ બોલિંગ પ્રદર્શનની આશા રાખશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

આ પણ  વાંચો - U19 World Cup: બાંગ્લાદેશ સામે રમશે વૈભવ સૂર્યવંશી, જાણો કયાં અને ક્યારે રમાશે મેચ?



  • Follow us on: