ભારતીય ક્રિકેટ ટીમ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026 માં ભાગ લેવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા 2024 T20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને જીત મેળવી હતી.જોકે,ટુર્નામેન્ટના ઇતિહાસમાં, કોઈ પણ ટીમે ક્યારેય સતત બે T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા નથી.
ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સ સામે ટકરાશે.
ટીમ ઈન્ડિયાને ટુર્નામેન્ટના ગ્રુપ A માં મૂકવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, નામિબિયા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ભારતનો પહેલો મુકાબલો 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ સામે છે. ત્યારબાદ ટીમ 12 ફેબ્રુઆરીએ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમવાનું છે. ભારત-નેધરલેન્ડ્સ મેચ 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. T20 વર્લ્ડ કપ 2026 માં ચાર ગ્રુપ હશે, અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માં જશે.













