ક્રિકેટના મેદાનમાં જ્યારે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ આવતો હોય, ત્યારે અનુભવી બેટ્સમેનોના પણ હોંશ ઉડી જાય છે. પરંતુ કલ્પના કરો કે એક 13 વર્ષનો કિશોર આટલી પ્રચંડ ગતિએ આવતા બોલને સ્ટેન્ડમાં છગ્ગા માટે ફટકારે અને એ જાય સિક્સ....આ કોઇ ફિલ્મની વાત નથી પણ ભારતીય ક્રિકેટના નવા વન્ડર કિડ ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની હકીકત છે. આજે 27 માર્ચે વૈભવ 15 વર્ષનો થયો છે પરંતુ તેણે જે છેલ્લા બે વર્ષમાં હાંસલ કર્યુ છે તે અન્ય ખેલાડીઓને મેળવતા દાયકાઓ લાગી જાય છે.


13 વર્ષના વૈભવના ચહેરા પર સહેજ પણ ડર નહીં

વૈભવની પ્રતિભાને પારખવામાં રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડાયરેક્ટર ઝુબિન ભરૂચાનો મોટો હાથ છે. 2024ની ટ્રાયલ્સ દરમિયાન જ્યારે અન્ય ખેલાડીઓ પેવેલિયન ભેગા થઇ રહ્યા હતા, તે સમયે ભરૂચાએ વૈભવને રોકી રાખ્યો હતો. તેમણે એક ૬ ફૂટ ૪ ઇંચ ઊંચા થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટને બોલાવ્યો જે અતિશય ગતિએ બોલિંગ કરવા માટે જાણીતો હતો. ભરૂચાએ વૈભવને ચેતવણી આપી હતી કે બોલ ખૂબ ઝડપી હશે, પણ આ 13 વર્ષના છોકરાના ચહેરા પર ડરનો લેશમાત્ર અંશ નહોતો.

માત્ર એક સિક્સે નક્કી કર્યુ કે આ હીરાને પોતાની ટીમમાં લેવો

વૈભવે શરૂઆતના બોલ સંયમથી છોડી દીધો, પણ પછી જે થયું તેણે ભરૂચાને સ્તબ્ધ કરી દીધા. એક બોલ પર વૈભવે સીધો જ બાઉન્ડ્રીની બહાર સિક્સર ફટકારી. જ્યારે સ્પીડ ગન પર તપાસવામાં આવ્યું તો તે બોલની ગતિ 157 કિમી પ્રતિ કલાક હતી! આ દ્રશ્ય જોઈને રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટે નક્કી કરી લીધું હતું કે ગમે તે ભોગે આ હીરાને પોતાની ટીમમાં સામેલ કરવો છે.

https://www.instagram.com/p/DWW59NTkurl/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

કરોડપતિ બનવા સુધીની સફર

રાજસ્થાન રોયલ્સ આ બાળક માટે 10 કરોડ રૂપિયા સુધી ખર્ચવા તૈયાર હતું. જોકે, હરાજીમાં નસીબજોગે તેમને વૈભવ માત્ર 1.10 કરોડમાં મળી ગયો. આટલી નાની ઉંમરે આઈપીએલના ઈતિહાસમાં કરોડપતિ બનનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો. વૈભવની સિદ્ધિઓ માત્ર હરાજી પૂરતી મર્યાદિત નથી. 14 વર્ષની ઉંમરે તેણે આઈપીએલમાં સદી ફટકારીને વિશ્વને પોતાની તાકાત બતાવી દીધી. એટલું જ નહીં, અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 175 રનની ઇનિંગ રમીને તેણે સાબિત કર્યું કે તે માત્ર ફોર્મેટનો નહીં પણ લાંબી રેસનો ઘોડો છે. પછી તે ઇન્ડિયા-એ હોય કે અંડર-19 વૈભવ આજે દરેક ટીમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે.

આ પણ વાંચોઃ 

  • Follow us on: