ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ રમાઈ રહી છે, જેમાં બીજી મેચમાં પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને સીરીઝમાં 2-0થી લીડ કરી રહી છે. દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે રાયપુરમાં રમાયેલી આ મેચનો જ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વીડિયો મેચ શરૂ થવા પહેલાંનો છે, જેમાં હાર્દિક પંડયા અને પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક વચ્ચે કોઈક મુદ્દા પર ગંભીર વાતચીત થતી દેખાઈ રહી છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડયા અને મુરલી કાર્તિક વચ્ચે મેદાન પર દલીલ થઈ. આ વીડિયો દર્શકે સ્ટેન્ડ પરથી રેકોર્ડ કર્યો. જોકે આમાં કોઈ અવાજ નથી, વીડિયોમાં માત્ર મેદાનનો અવાજ સંભળાઈ રહ્યો છે.
હાર્દિક-મુરલી વચ્ચે વિવાદ થયો?
વીડિયોમાં દેખૈયા રહ્યું છે કે હાર્દિક પ્રેક્ટિસ ફિટ પહેરીને હાથમાં બેટ અને ગ્લોવ્ઝ લઈને મેદાન પર આવતા દેખાયા. દરમિયાન તેની મુલાકાત કોમેન્ટરી ડ્યુટી પર હાજર મુરલી કાર્તિક સાથે થઈ. પહેલા બંનેએ હેન્ડ-શેક કર્યા, જેના પછી તેઓ થોડી વાર સુધી વાતચીત કરતાં જોવા મળ્યા. આ વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે મુરલી કાર્તિક હાર્દિકને કશુંક સમજાવી રહ્યા છે અને તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે વાતચીતમાં શું કહેવામાં આવ્યું, એ સ્પષ્ટ નથી. હાર્દિક પંડ્યાની બોડી-લેંગ્વેજને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ આને દલીલ ગણાવી દીધી અને જુદી-જુદી અટકળો લગાવવા લાગ્યા.













