ટીમ ઇન્ડિયાએ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે રવાના થયા કે પહેલા એક મહત્વનો કાયદાકીય નિર્ણય લીધો. તેમણે ગુરૂગ્રામમાં સ્થિત પોતાની પ્રોપર્ટીને જનરલ પાવર ઓફ એટર્ની પોતાના મોટા ભાઇ વિકાસ કોહલીને સોંપી દીધી છે.

GPA છે શું?

GPA (General Power of Attorney) એ એક એવો કાયદાકીય દસ્તાવેજ છે. જેના દ્વારા કોઇ વ્યક્તિ પોતાના કોઇ વિશ્વસનીય સંબંધી અથવા કોઇ એવા પ્રતિનિધિને અધિકાર આપે છે કે આ પ્રોપર્ટી સાથે જોડાયેલ કામ, દસ્તાવેજ, લેવડ-દેવડ અથવા પ્રશાસનિક કાર્ચ કરી શકે. વિરાટના મામલે આ અધિકાર વિકાસ કોહલીને મળ્યો. આનો મતલબ હવે વિરાટની અનુપસ્થિતિમાં તેમના ભાઇ પ્રોપર્ટી સાથે જોડાયેલ દરેક કાયદો અને પ્રશાસનિક જવાબદારીઓ સંભાળશે.

કઇ પ્રોપર્ટી આપવામાં આવી છે વિકાસ કોહલીને?

રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી પાસે ગુરૂગ્રામના DLF સિટી ફેઝ-1માં એક આલીશાન કોઠી છે. આ સિવાય તેમના નામ પર લક્ઝરી ફ્લેટ પણ છે. બંને સંપત્તિઓની કિંમત કરોડોમાં છે. આ સંપત્તિઓમાં સ્વામિત્વ વિરાટ પાસે જ રહેશે, પરંતુ મેનેજમેન્ટ અને કાનૂની કાર્યની જવાબદારી હવે વિકાસ કોહલીને સોંપવામાં આવી છે.

કેમ આ નિર્ણય લીધો?

વિરાટ હવે પોતાના પરિવારની સાથે લંડનમાં રહે છે. તેમના વ્યસ્ત શેડ્યુલ અને વિદેશ પ્રવાસને લઇને ભારતમાં રહીને દરેક નાના મોટા દસ્તાવેજો કાર્ય કરવાનું સંભવ નથી. એવામાં GPA આપવો એક વ્યવહારિક અને સમજદારી ભર્યુ પગલું છે. જેના કારણે તેમની અનુપસ્થિતિમાં દરેક કામ સરળતાથી થઇ શકે છે.

શું વિદેશ શિફ્ટ થવાનો છે સંકેત?
કેટલાંક રિપોટ્સ અનુસાર, આ નિર્ણય એ તરફ પણ ઇશારો કરે છે કે વિરાટ કોહલી હવે ભારતની તુલનામાં વિદેશમાં વધારે સમય વિતાવવાની યોજના બનાવી રહ્યા છે. જોકે આ પગલાનો અર્થ મિલકતનું ટ્રાન્સફર નથી, ફક્ત મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

  • Follow us on: