નવા વર્ષમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને એક્શનમાં જોવા માટે ચાહકોએ થોડા વધુ દિવસો રાહ જોવી પડશે.તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે એક્શનમાં વાપસી કરનાર વિરાટ કોહલી હવે ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝથી સીધા એક્શનમાં પાછા ફરશે.શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે કોહલી ઘરેલુ ટુર્નામેન્ટમાં દિલ્હી માટે વધુ એક મેચ રમશે,પરંતુ હવે તે અશક્ય લાગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોહલી મંગળવાર 6 જાન્યુઆરીએ યોજાનારી વિજય હજારે ટ્રોફી મેચમાં રમશે નહીં.
વિરાટ કોહલી બીજી મેચમાં જેવા મળશે
વિરાટ કોહલીએ ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં દિલ્હી માટે બે વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી.BCCIના આદેશને કારણે કોહલીને લગભગ 15 વર્ષ પછી આ ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડ્યો હતો.અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તે ફક્ત બે મેચ રમશે. જોકે,ગુજરાત સામેની મેચ પછી.સમાચાર સામે આવ્યા હતા કે તે 6 જાન્યુઆરીએ રેલવે સામેની મેચમાં પણ ટીમનો ભાગ બની શકે છે.દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ રોહન જેટલીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.













