3 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલે આઇપીએલ અને તેના જેવી મોટી રમતોના આયોજનોની ટિકિટ પર હવે 40 ટકા જીએસટી લગાવવામાં આવશે. પહેલાં આઇપીએલ ટિકિટ પર 28 ટકા જીએસટી લાગતો હતો. હવે તે જીએસટી 28થી વધારીને 40 ટકા થઇ છે. જેમાં કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી પ્રોડક્ટ્સ પણ સામેલ છે. આ નિર્ણય બાદ આઇપીએલની ટિકિટ પર સીધી અસર પડશે.

ટિકિટ પર કેટલો જીએસટી ?

અગાઉ 500 રૂપિયાનો IPL ટિકિટ GST જોડવાથી 640 રૂપિયામાં મળતો હતો. હવે આ ટિકિટ 700 રૂપિયામાં મળશે. એટલે હવે 60 રૂપિયા વધારે ખર્ચ કરવો પડશે. એ જ રીતે 1000 રૂપિયાનો ટિકિટ હવે 1400 રૂપિયાનું પડશે. પહેલો આ ટિકિટ 1,280 રૂપિયામાં મળતો હતો, એટલે હવે 120 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જ્યારે 2000 રૂપિયાના ટિકિટની કુલ કિંમત હવે 2800 રૂપિયા થશે. અગાઉ GST ઉમેર્યા પછી આ ટિકિટ 2,560 રૂપિયામાં મળતો હતો, એટલે 2000 રૂપિયાના ટિકિટ પર હવે 240 રૂપિયા વધારે ખર્ચવા પડશે.

ઈન્ટરનેશનલ મેચની ટિકિટ પર કેટલો GST?

ખાસ વાત એ છે કે ઇન્ટરનેશનલ અને અન્ય ક્રિકેટ મેચના ટિકિટ પર પહેલા જેવો જ 18 ટકાનો GST લાગુ રહેશે. માત્ર IPL અને અન્ય પ્રીમીયમ લીગ્સને 40 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલું રેવેન્યૂ એલાઇનમેન્ટ અને અનાવશ્યક લક્ઝરી ખર્ચ પર ટેક્સ વધારવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ સ્ટેડિયમ જઈને IPL મેચ જોવી હવે મોંઘી પડી જશે.

  • Follow us on: