અભિષેક શર્માને મેંટર યુવરાજ સિંહ અને કોચ ગૌતમ ગંભીરે તેમને રમત સુધારવા માટે સહયોગ આપ્યો હતો.

અભિષેક શર્મા માટે હતો વિકટ સમય

ટીમ ઇન્ડિયાએ આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હાર આપીને ત્રીજીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે. પરંતુ બેટ્સમેન અભિષેક શર્મા માટે તેમનો પ્રથમ ટી-20 વર્લ્ડ કપ 2026 ખરાબ સપનાની જેમ શરુ થયો હતો. તેઓએ શરૂઆતના ત્રણ મેચમાં યોગ્ય પ્રદર્શન કર્યુ ન હતુ. અને શૂન્ય પર આઉટ થયા હતા. જેના કારણે આ યુવા ઓપનર પર સારા પ્રદર્શન માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. ટીમમાં તેમના સ્થાન પર પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ આ મુશ્કેલ સમયમાં તેમને પ્રોત્સાહન આપવા માટે તેમના મેંટર અને કોચ ઉપસ્થિત હતા.

પિતાની સલાહ અને મજબૂત થયુ મનોબળ

આ બધાની વચ્ચે અભિષેક શર્માના પિતાએ તેમને ભાવુક સંદેશ પાઠવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે છે. તારે ડરવાની જરુર નથી. આ સમય પણ પસાર થઇ જશે. પિતાની સલાહથી અભિષેકને પ્રોત્સાહન મળ્યુ હતુ. પિતાએ ટેક્નિકલ નહી પણ ભાવુક રીતે સમર્થન કર્યુ હતુ. આ એક પિતાનો વિશ્વાસ હતો. કે તેમનો પુત્ર મુશ્કેલ સમયમાંથી બહાર નિકળી શકશે.

પિતાનો વિશ્વાસ અને પુત્રની જીત

યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર તેમને ટેક્નિકલ રમત સુધારી શકે છે. પણ એક પિતા પુત્રને યાદ અપાવી શકે છે કે, એક ખરાબ સમય ખેલાડીની કારકિર્દી નક્કી કરી શકતુ નથી. આ વિકટ સમયમાં અભિષેકને પિતા તરફથી સૌથી વધુ સહયોગ મળ્યો હતો. તો આ તરફ ગૌતમ ગંભીર, યુવરાજ સિંહે અભિષેકને પુરતુ પ્રોત્સાહન આપ્યુ હતુ. અને ઓપનિંગ સમયે કયા પડકાર આવે છે તે અંગે ચર્ચા કરી હતી.

https://twitter.com/BCCI/status/2030818350448742875 

ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ

ફાઇનલમાં અભિષેક મેદાનમાં ઉતાર્યા હતા. અને પોતાની કારકિર્દીની સૌથી સારી પારી રમી હતી. તેઓએ અર્ધ શતક ફટકારીને પોતાનું સ્થાન ચમકાવ્યુ હતુ. અને ભારતનો સ્કોર વધુ મજબૂત કર્યો હતો. 18 બૉલમાં અભિષેકે 50 રન ફટકાર્યા હતા. જેના દમ પર ટીમ ઇન્ડિયાએ 6 ઓવરમાં 92 રન બનાવ્યા હતા. બસ અહીંથી જ ટીમ ઇન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી હતી. ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હાર આપીને ફાઇનલ જીતી લીધી હતી.

આ પણ વાંચોઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યીની પ્રતિક્રિયા, કહ્યુ ચીન અને ભારત એકબીજાને પ્રતિદ્વંદ્વી નહી પણ સમર્થક સમજે