પટનાના રહેવાસી અને ઝારખંડના ક્રિકેટર ઈશાન કિશન, જે છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમની બહાર છે. હાલમાં ઝારખંડમાં રમાયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઇશાન કિશાને જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ટ્રોફીમાં ઇશાને ફરી એકવાર પોતાની ક્ષમતાઓ દર્શાવી છે. ઝારખંડની કેપ્ટનશીપમાં, તેણે માત્ર ધમાકેદાર સદી જ નહીં પરંતુ ટીમને તેના પ્રથમ મુશ્તાક અલી ટ્રોફી ટાઇટલ સુધી પણ પહોંચાડી. આ ટુર્નામેન્ટમાં ઇશાન કિશનની બુદ્ધિશાળી રમત અને શાનદાર દેખાવને લઈને તેના ફેન્સ ટીમ ઇન્ડિયા વાપસી કરશે તેવો દાવો કરી રહ્યા છે.
ઇશનના ફેન્સની અપીલ, ટીમ ઇન્ડિયાની મળશે જર્સી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં અનેક ક્રિકેટરોએ શાનદાર પ્રદર્શન કરતાં ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે. પટનામાં, ઇશાન કિશનને આદર્શ માનનારા અને ક્રિકેટ પ્રેમી યુવાનો તેની બેટિંગથી ખુશ થયા.ગાંધી મેદાનમાં ક્રિકેટ રમતા ઘણા યુવાનોએ કહ્યું કે ઇશાન કિશનને ટીમમાં પાછા ફરવું જોઈએ. ઇશાન ટીમમાં રહેવા માટે ખરેખર લાયક છે. કારણ કે તેણે દરેક પ્રસંગે પોતાની યોગ્યતા સાબિત કરી છે. બિહારના આ ખેલાડી પર અમને ગર્વ છે. અમને આશા છે કે, ઇશાન કિશન ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે. ઈશાન કિશનના નેતૃત્વમાં, ઝારખંડે મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી હતી. આ એક મોટી સિદ્ધિ છે. અમને વિશ્વાસ છે કે BCCI આ બધા પરિબળોને ધ્યાનમાં લેશે અને તેને ટીમ ઈન્ડિયામાં પાછો સામેલ કરશે."













