વિમેન્સ પ્રીમિયર લીગની ચોથી એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.WPLફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સબેંગલુરુ સામે થશે, જેણે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.
RCB સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે.2024માં ટીમે દિલ્હીને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું.ત્યારે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી અને સીધો પ્રવેશ મેળવ્યો.ટીમે 8માંથી 6 મેચ જીતી.RCBએ દિલ્હી સામે 2 મેચમાંથી એક હારી ગઈ.જે તે સિઝનમાં ત્રીજા સ્થાને રહી.દિલ્હી કેપિટલ્સ વિમેન્સ પ્રીમિયર લીગ (2023)ની પ્રથમ ફાઇનલમાં પહોંચી હતી.ત્યારથી દિલ્હી દરેક સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી.હવે દિલ્હી તેના પ્રથમ ટાઇટલ માટે RCB સામે ટકરાશે.જાણો આ મેચ ક્યારે અને ક્યાં રમાશે અને તેનું લાઇવ પ્રસારણ ક્યાં થશે.
વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલ ક્યારે રમાશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ ગુરુવાર, 5 ફેબ્રુઆરીના રોજ રમાશે. વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાશે.
ફાઇનલ કેટલા વાગ્યે શરૂ થશે?
વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
બંને ટીમના સંભવિત ખેલાડીઓ
RCBની સંભવિત પ્લેઇંગ 11: ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રિચા ઘોષ, રાધા યાદવ, નાદીન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ, સયાલી સતઘરે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ 11 :લિઝેલ લી, શેફાલી વર્મા, લૌરા વોલ્વાર્ડ, જેમીમાહ રોડ્રિગ્ઝ (કેપ્ટન), નિકી પ્રસાદ, મેરિઝાન કાપ, ચિનેલ હેનરી, સ્નેહ રાણા, નલ્લાપુરેડ્ડી ચારાની, મિનુ મણિ, નંદની શર્મા.
આ પણ વાંચો - Team Indiaના તોફાની બોલરની વાપસી, T20 વર્લ્ડકપ પહેલા મેદાનમાં મચાવ્યો તરખાટ