ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. કાંગારૂ ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકા ICC ટ્રોફીની લાંબી રાહનો અંત લાવવા માંગશે.


બંને ટીમોએ આ સિઝનની સાઈકલમાં જબરદસ્ત ક્રિકેટ રમી છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી છે. પરંતુ બાવુમા અને કંપની માટે પેટ કમિન્સની સેનાને હરાવવી સરળ રહેશે નહીં.

WTC ફાઈનલમાં કોને કરશે મદદ પિચ?

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી WTC ફાઈનલની મેચ ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. લોર્ડ્સમાં બોલ ખૂબ સ્વિંગ થાય છે અને ઝડપી બોલરો શરૂઆતના સેશનમાં ધૂમ મચાવે છે. પિચ ભેજવાળી હોય ત્યાં સુધી લોર્ડ્સમાં ઝડપી બોલરોનું વર્ચસ્વ રહે છે અને બેટ્સમેનો સંપૂર્ણપણે બેકફૂટ પર જોવા મળે છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે, તેમ તેમ પિચ બેટિંગ માટે વધુ સારી બનતી જાય છે.

વર્ષ 1980 થી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં કુલ 12 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેમને 7 જીત મેળવી છે, જ્યારે ટીમે 2 મેચ હારી છે અને 3 મેચ ડ્રો રહી છે. સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક જેવા ખેલાડીઓને આ મેદાન પર રમવાનો ઘણો અનુભવ છે.

લોર્ડ્સ સ્ટેડિયમનો રેકોર્ડ

લોર્ડ્સમાં અત્યાર સુધીમાં કુલ 147 ટેસ્ટ મેચ રમાઈ છે. આ દરમિયાન 53 મેચ ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. જ્યારે 43 મેચોમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરનાર ટીમ જીતી છે. લોર્ડ્સમાં પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 310 રન રહ્યો છે. બીજી ઇનિંગનો એવરેજ સ્કોર 299 છે, જ્યારે ત્રીજી ઈનિંગનો એવરેજ સ્કોર 256 છે. પરંતુ આ મેદાન પર ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. ચોથી ઈનિંગનો એવરેજ સ્કોર પણ માત્ર 157 છે.


  • Follow us on: