વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 માં સ્ટીવ સ્મિથે ધૂમ મચાવી છે. સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા માટે શાનદાર બેટિંગ કરી અને ઈતિહાસ પણ રચ્યો. સ્મિથ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેને અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.


સ્મિથે હાંસલ કરી આ સિદ્ધિ

સ્મિથ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને આ મેચમાં અડધી સદી ફટકારી. પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ પણ ટોપ ઓર્ડર બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. પરંતુ સ્ટીવ સ્મિથ એક છેડે ઉભો રહ્યો. તેને 112 બોલમાં 66 રનની ઈનિંગ રમી.

આ દરમિયાન તેના બેટે 10 ચોગ્ગા પણ ફટકાર્યા. તે WTC ફાઈનલમાં 200 રન બનાવનારો પહેલો ખેલાડી પણ બન્યો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજિંક્ય રહાણેના નામે હતો. તેને 199 રન બનાવ્યા હતા. 


સ્મિથે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે WTC ફાઈનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટ્રેવિસ હેડ ત્રીજા સ્થાન પર છે. ચોથા નંબર પર 122 રન સાથે રોહિત શર્મા છે. વિરાટ કોહલી પાંચમાં સ્થાન પર છે. તેને 120 રન બનાવ્યા છે. એલેક્સ કૈરી છઠ્ઠા નંબર પર છે. તેને 114 રન બનાવ્યા છે. જ્યારે સાતમા નંબર પર કેન વિલિયમસન 101 રન સાથે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનનું લિસ્ટ

નંબર ખેલાડીઓનું નામઈનિંગરન
1સ્ટીવ સ્મિથ3206*
2અજિંક્ય રહાણે4199
3ટ્રેવિસ હેડ3192
4રોહિત શર્મા4122
5વિરાટ કોહલી4120
6એલેક્સ કેરી2114
7કેન વિલિયમસન2101


  • Follow us on: