સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે. ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025નું ટાઈટલ જીતી લીધું છે.


ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીત સાથે ટેમ્બા બાવુમા સાઉથ આફ્રિકા માટે WTC જીતનાર પહેલો કેપ્ટન બની ગયો છે.

આ ટાઈટલ મેચમાં મેદાન પર ઉતરતા જ ટેમ્બા બાવુમાએ અન્ય એક રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ મેચ તેની કેપ્ટન તરીકે 10 મી ટેસ્ટ મેચ રમી છે. આ મેચ જતીને તેને નવ વાર ટેસ્ટ મેચમાં ટીમને જીત અપાવી છે. તેની કેપ્ટનશિપમાં ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે પણ એક ઉપલબ્ધિ છે.

સાઉથ આફ્રિકાની ટેસ્ટ મેચમાં સતત જીત

ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રિકાએ સતત 8 ટેસ્ટ મેચ જીતી છે. ત્યારબાદ એક મેચ ડ્રો રહી અને સાઉથ આફ્રિકાની સામે ફાઈનલ જીતીને ટીમે નવમી જીત હાંસલ કરી.

100 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો

ટેમ્બા બાવુમાએ આ જીત સાથે ઈંગ્લેન્ડના પર્સી ચેપમેનનો લગભગ 100 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1926માં ચેપમેને ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરતાં 10માંથી 9 ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટેમ્બા બાવુમાએ પણ પોતાની પહેલી 10 ટેસ્ટ મેચમાં 9 મેચમાં જીત હાંસલ કરી છે, પરંતુ ખાસ વાત એ છે કે તેની કેપ્ટનશિપમાં ટીમ અત્યાર સુધી જીતના ટ્રેક પર જ સવારી કરી રહી છે એટલે કે એક પણ મેચ હારી નથી.

દિગ્ગજ કેપ્ટનને છોડ્યા પાછળ

ટેમ્બા બાવુમાએ પોતાનો રેકોર્ડથી દુનિયાના દિગ્ગજ કેપ્ટનને પાછળ છોડ્યા છે.

કેપ્ટનનું નામકુલ ટેસ્ટ મેચજીતડ્રોહાર
રિકી પોન્ટિંગ10811
વિરાટ કોહલી10631
એમએસ ધોની10550

ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે. તેને ન માત્ર ટીમને ટાઈટલ જીતાડ્યું, પરંતુ પોતાને દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ કેપ્ટનોમાં સામેલ કર્યો છે.

  • Follow us on: