તમે કદાચ આ વાક્ય સાંભળ્યું હશે એક કાંકરે બે પક્ષી બાંગ્લાદેશની ટેસ્ટ ટીમે આવું જ કર્યું છે,જેનો તેમને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે.બાંગ્લાદેશે ઘરઆંગણે રમાયેલી બે ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાનને માત્ર વ્હાઇટવોશ જ નહીં,પણ ટીમ ઈન્ડિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે.ભારતીય ટીમ સામેની આ હારથી તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નીચે ધકેલાઈ ગયા છે.
બાંગ્લાદેશની જીતથી ભારત છઠ્ઠા સ્થાને પહોંચી
પાકિસ્તાન પર બાંગ્લાદેશની જીત બાદ, ટીમ ઈન્ડિયા છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ ચક્રમાં અત્યાર સુધી રમાયેલી 9 ટેસ્ટમાં 4 જીત, 4 હાર અને 1 ડ્રો બાદ ભારતીય ટીમનો સ્કોર 48.15 PCT છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ, બાંગ્લાદેશ 4 ટેસ્ટમાં 2 જીત, 1 હાર અને 1 ડ્રો બાદ 58.33 PCT સાથે પાંચમા સ્થાને પહોંચી ગયું છે.શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ રમવાની છે. જોકે, આ WTCનો ભાગ રહેશે નહીં. આવી સ્થિતિમાં, ભારત પાસે શ્રીલંકા પ્રવાસ પર રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝ જીતીને WTC પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધારવાની તક હશે.
