કોમનવેલ્થ ગેમ્સ 2026નો 9મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે અત્યાર સુધીનો સારો દિવસ રહ્યો છે.ભારતીય બોક્સર પ્રીતિ પવાર (54 કિગ્રા) એ શાનદાર પ્રદર્શન કર્યું,ઝામ્બિયાની કેથરિન મ્વાપેને 5-0 થી હરાવીને કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો.22 વર્ષીય એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતાએ શરૂઆતથી અંત સુધી મુકાબલામાં પ્રભુત્વ મેળવ્યું.દરમિયાન અંકુશ પંઘાલે પુરુષોની 80 કિગ્રા સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને 5-0 થી હરાવીને મેડલ સુનિશ્ચિત કર્યો.
અંકુશ પંઘાલે સેમિફાઇનલમાં જોશુઆ ઓફોરીને પણ હરાવ્યો
અંકુશ પંઘાલની વાત કરીએ તો, તેણે પુરુષોની 80 કિગ્રા સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને 5-0 ના નિર્ણયથી હરાવ્યો. બધા જજોએ અંકુશના પક્ષમાં ચુકાદો આપ્યો. કેનેડિયન બોક્સર પર આ જીત સાથે, તે આજે ઓછામાં ઓછો સિલ્વર મેડલ મેળવનાર બીજો ભારતીય બોક્સર બન્યો. અંકુશના આક્રમક હુમલાઓ સામે કેનેડિયન બોક્સર લાચાર દેખાતો હતો, વારંવાર પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો હતો. અંકુશે સંપૂર્ણ સંયમ સાથે સચોટ મુક્કા મારીને મુકાબલો જીત્યો અને ભારત માટે બીજો મેડલ સુરક્ષિત કર્યો. હવે, તેની નજર ફાઇનલમાં ગોલ્ડ મેડલ પર રહેશે.
