કોમનવેલ્થ ગેમ્સ 2026માં વિવિધ દેશોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની રમતગમતની શક્તિનું પ્રદર્શન કર્યું છે. મેડલ ટેલી અનુસાર ઓસ્ટ્રેલિયાએ 65 ગોલ્ડ, 41 સિલ્વર અને 52 બ્રોન્ઝ સહિત કુલ 158મેડલ જીતીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સતત ઉત્તમ પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયા ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી સફળ દેશ તરીકે ઉભરી આવ્યું છે.

સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં ઈંગ્લેન્ડનું શાનદાર પ્રદર્શન

બીજા ક્રમે ઈંગ્લેન્ડ રહ્યું છે. ઈંગ્લેન્ડે 26 ગોલ્ડ, 41 સિલ્વર અને 35 બ્રોન્ઝ સહિત કુલ 102 મેડલ જીત્યા છે. ગોલ્ડ મેડલની સંખ્યામાં ઓસ્ટ્રેલિયાથી પાછળ હોવા છતાં, સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.કેનેડાએ 18 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે કુલ 59 મેડલ મેળવી ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિવિધ રમતોમાં સંતુલિત પ્રદર્શન કરીને કેનેડાએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે.

ભારતે મેડલ ટેલીમાં લગાવી લાંબી છલાંગ

ભારતે આ સ્પર્ધામાં ખૂબ જ સરાહનીય દેખાવ કર્યો છે. ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું છે. ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ, બેડમિન્ટન,દોડ, શૂટિંગ, ટેબલ ટેનિસ અને વેઈટલિફ્ટિંગ જેવી રમતોમાં યાદગાર સફળતા મેળવી છે. યુવા ખેલાડીઓના ઉત્સાહ અને અનુભવી ખેલાડીઓના માર્ગદર્શનને કારણે ભારતનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે.

Common wealth Games 2026 MedalsTally

ભારત માટે ચોથું સ્થાન ગૌરવની  બાબત 

એકંદરે કોમનવેલ્થ ગેમ્સ 2026એ વિશ્વભરના ખેલાડીઓની પ્રતિભા, મહેનત અને રમતની ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કરાવ્યું છે. ભારત માટે ચોથું સ્થાન ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં વધુ સારા પરિણામોની આશા જગાવે છે. આ મેડલ ટેલી દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રમતગમતમાં સ્પર્ધા દિવસેને દિવસે વધુ કઠિન બની રહી છે અને દરેક દેશ પોતાના ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે

આ પણ વાંચો - CWG 2026 Medal Tally: ભારતે 10 માં દિવસે વગાડ્યો ડંકો, મેડલ ટેલીમાં લગાવી લાંબી છલાંગ