ગ્લાસગોમાં 2026 ના કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા પ્રભુત્વ ધરાવે છે, જેમાં તેણે 17 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમણે અત્યાર સુધીમાં કુલ 39 મેડલ જીત્યા છે. ભારત 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ટેબલમાં આઠમા ક્રમે છે. ઇંગ્લેન્ડ 19 મેડલ સાથે બીજા ક્રમે છે.સ્કોટલેન્ડે 6 મેડલ જીત્યા છે,જ્યારે નાઇજીરીયાએ 7 મેડલ જીત્યા છે.

કેનેડા અને દક્ષિણ આફ્રિકાએ નવ-નવ મેડલ જીત્યા

કેનેડા અને દક્ષિણ આફ્રિકાએ નવ-નવ મેડલ જીત્યા છે,પરંતુ ઓછા ગોલ્ડ મેડલને કારણે પોઈન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે છે. મલેશિયા ચાર મેડલ સાથે સાતમા ક્રમે છે, અને ન્યુઝીલેન્ડ પાંચ મેડલ સાથે નવમા ક્રમે છે. વેલ્સ ચાર મેડલ સાથે દસમા ક્રમે છે. ટોચના દસ મેડલ વિજેતા દેશોમાં, તે એકમાત્ર રાષ્ટ્ર છે જેણે હજુ સુધી ગોલ્ડ જીત્યો નથી. પાંચમા દિવસ પહેલા 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે મેડલ ટેબલ અહીં છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ 10 ટીમ

CWG 2026 Medal Tally

CWG 2026માં ભારતના મેડલ વિજેતાઓ

તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પહેલો મેડલ પહેલા દિવસે ભારતના પેરા-એથલિટ ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ સાથે શરુ આત કરી હતી. તેમજ વેટલિફ્ટર ચનામબમ ઋષિકાંતા સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. તો મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.મીરાબાઈ ચાનુને એક મોટી સફળતા મળી છે. તેમણે વેટલિફ્ટિંગમાં સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. 48 કિલોગ્રામ ઈવેન્ટમાં મીરાબાઈ ચાનુએ કુલ 190 કિલો વજન ઉઠાવ્યું હતુ.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દિવસ 5 શેડ્યૂલ

પાંચમો દિવસ ભારત માટે એક શાનદાર દિવસ હોઈ શકે છે. તેમની પાસે સાત મેડલ જીતવાની તક છે. વેઈટલિફ્ટિંગમાં તેઓ ત્રણ ગોલ્ડ મેડલ જીતી શકે છે. જ્ઞાનેશ્વરી યાદવ, બિંદ્યારાણી દેવી અને વી. અજય બાબુ રમતમાં ભાગ લેશે. આ લેખ ભારતીય માનક સમય (IST) માં ભારતના કોમનવેલ્થ ગેમ્સ દિવસ 5 શેડ્યૂલ પ્રદાન કરે છે. સંપૂર્ણ વિગતો માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો - CWG 2026 Day 5 : ભારત એથ્લેટ્સમાં રચશે ઈતિહાસ! એક જ દિવસમાં 8 મેડલ જીતવાની સુવર્ણ તક