ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો 8મો દિવસ ભારત માટે સફળતાઓ અને યાદગાર પ્રદર્શનથી ભરેલો રહ્યો. ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના બળે ભારતની કુલ મેડલની સંખ્યા 17 પર પહોંચી ગઈ છે. જોકે, અન્ય દેશોના બહતર પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ભારતને બે સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે. 7મા દિવસના અંતે 8મા ક્રમે રહેલું ભારત હવે 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે 10મા સ્થાને આવી ગયું છે.

વેઇટલિફ્ટિંગમાં લવપ્રીતનો નવો રેકોર્ડ

આઠમા દિવસે ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવીને ભારત માટે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બીજી તરફ એથ્લેટિક્સ ટ્રેક પરથી પણ ભારત માટે સારા સમાચાર આવ્યા હતા. મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં સીમા કાલીરામણાએ ઉત્કૃષ્ટ રમત બતાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

common wealth games medal tally india

મેડલ ટેલીમાં કેમ નીચે આવ્યું ભારત?

બે મેડલ મેળવવા છતાં ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમેથી ઘસીને 10મા ક્રમે પહોંચી ગયું છે. તેનું મુખ્ય કારણ ન્યૂઝીલેન્ડ અને જમૈકાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. રમતના આઠમા દિવસે ન્યૂઝીલેન્ડે એકસાથે 7 મેડલ જીતીને ભારતને પાછળ છોડી દીધું હતું. જમૈકાએ પણ ભારતને પછાડીને 9મું સ્થાન મેળવ્યું છે. જમૈકા પાસે કુલ 8 મેડલ છે, પરંતુ તેમાં 4 ગોલ્ડ મેડલ હોવાથી તે ભારતથી આગળ નીકળી ગયું છે. તેમજ, ઓસ્ટ્રેલિયા કુલ 110 મેડલ સાથે મેડલ ટેલીમાં સિંહાસન પર યથાવત છે.

CWG 2026 માં ભારતના મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી:

  1. મીરાબાઈ ચાનુ: વેઈટ લિફ્ટિંગ - ગોલ્ડ મેડલ
  2. શર્મિલા ધનખર, પેરા એથ્લેટિક્સ (મહિલા શોટ પુટ F57): સુવર્ણ ચંદ્રક
  3. દિલીપ મહાદુ ગાવિત, પેરા એથ્લેટિક્સ (પુરુષોની 100 મીટર T47): ગોલ્ડ મેડલ
  4. ઋષિકાંત સિંહ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ
  5. મુથુપંડી રાજા, વેઈટ લિફ્ટિંગઃ સિલ્વર મેડલ
  6. જ્ઞાનેશ્વરી યાદવ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ
  7. વલ્લુરી અજય બાબુ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ
  8. હરજિન્દર કૌર, વેઈટ લિફ્ટિંગઃ સિલ્વર મેડલ
  9. સર્વેશ કુશારે, ઉંચી કૂદ: સિલ્વર મેડલ
  10. ગુલવીર સિંહ, ૧૦,૦૦૦ મીટર દોડ: રજત ચંદ્રક
  11. મોહમ્મદ બેસિલ (૧૦૦ મીટર ટી૪૭): સિલ્વર મેડલ
  12. મુરલી શ્રીશંકર, લાંબી કૂદ: રજત ચંદ્રક
  13. લવપ્રીત સિંહ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ
  14. ઝંદુ કુમાર, પેરા પાવરલિફ્ટિંગઃ બ્રોન્ઝ મેડલ
  15. બિંદ્યારાણી દેવી, વેઈટ લિફ્ટિંગઃ બ્રોન્ઝ મેડલ
  16. શિલ્પા શાયલા, પેરા એથ્લેટિક્સ (શોટ પુટ F57): બ્રોન્ઝ મેડલ
  17. સીમા કાલીરામણા, ડિસ્કસ થ્રો: બ્રોન્ઝ મેડલ