ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સિઓલના ઓલિમ્પિક કોર્ટમાં ડેવિસ કપના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. 18 સપ્ટેમ્બરે સિંગલ્સના પ્રથમ મુકાબલામાં ભારતના ડીકે સુરેશ અને દક્ષિણ કોરિયાના સોનવૂ ક્વોન સામસામે આવ્યા હતા.ડીકે સુરેશે મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. જોકે ત્યારબાદ કોરિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. સોનવૂ ક્વોને સતત બીજા અને ત્રીજા સેટમાં જીત મેળવીને મેચ 2-1થી પોતાના નામે કરી હતી.આ જીત સાથે દક્ષિણ કોરિયાએ ડેવિસ કપના આ રાઉન્ડમાં ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 

પ્રથમ સેટમાં ડીકે સુરેશનો દબદબો

મેચના પ્રથમ સેટમાં ડીકે સુરેશે શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી.9 ગેમ સુધી ચાલેલા આ સેટમાં તેમણે કુલ 6 ગેમ જીતી હતી. ખાસ કરીને શરૂઆતની 3 ગેમમાં ભારતીય ખેલાડીએ એકતરફી દબદબો જાળવી રાખ્યો હતો.બીજી તરફ સોનવૂ ક્વોન શરૂઆતમાં પોતાની લય મેળવી શક્યા નહોતા. તેઓ માત્ર 3 ગેમ જીતી શક્યા હતા. પરિણામે ડીકે સુરેશે પ્રથમ સેટ 6-3થી જીતીને મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.પ્રથમ સેટમાં મળેલી જીત બાદ ભારતીય ખેલાડી પાસેથી મેચમાં જીત જાળવી રાખવાની આશા હતી. જોકે બીજા સેટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

https://x.com/DavisCup/status/2100854915233169643?s=20


બીજા સેટમાં કોરિયન ખેલાડીની વાપસી

બીજા સેટની શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ 4 ગેમ બાદ સ્કોર 2-2થી બરાબર હતો. ત્યારબાદ સોનવૂ ક્વોને પોતાની રમતનું સ્તર વધાર્યું હતું.કોરિયન ખેલાડીએ સતત 3 ગેમ જીતીને ડીકે સુરેશ પર દબાણ વધાર્યું હતું. સુરેશે ત્યારબાદ એક ગેમ જીતી હતી, પરંતુ સોનવૂ ક્વોને સેટની 9મી ગેમ જીતીને બીજો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો.આ સાથે મેચ 1-1ની બરાબરી પર આવી ગઈ હતી અને અંતિમ સેટ નિર્ણાયક બન્યો હતો.

અંતિમ સેટમાં પણ કોરિયન ખેલાડીનો દબદબો

ત્રીજા સેટમાં પણ સોનવૂ ક્વોને પોતાની લય જાળવી રાખી હતી. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેમણે જે રીતે વાપસી કરી તે મેચનું મહત્વનું પાસું રહ્યું હતું.અંતે કોરિયન ખેલાડીએ ત્રીજો સેટ પણ પોતાના નામે કરીને મેચ 2-1થી જીતી લીધી હતી. આ સાથે ડેવિસ કપના બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાને ભારત સામે 1-0ની લીડ મળી છે.ડીકે સુરેશે પ્રથમ સેટમાં શાનદાર શરૂઆત કરીને ભારતને આશા જગાવી હતી, પરંતુ ત્યારબાદ કોરિયન ખેલાડીએ સતત બે સેટ જીતીને મેચનું પરિણામ પોતાના પક્ષમાં ફેરવી નાખ્યું.હવે ભારતની નજર બીજા મુકાબલા પર રહેશે, જ્યાં ટીમ ડેવિસ કપના આ રાઉન્ડમાં વાપસી કરીને સ્કોર બરાબર કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ!