નોરા ફતેહીના ગીતોનો ફેન્સ વચ્ચે એક અલગ જ ક્રેઝ અને બઝ જોવા મળે છે.આ દરમિયાન હવે ફીફા વર્લ્ડ કપ 2026 માટે નોરા ફતેહીનું નવું ગીત ‘સીર સીર’ રિલીઝ થઈ ગયું છે, જેણે આવતાની સાથે જ ધમાકો મચાવી દીધો છે.આ ટ્રેક ફીફા વર્લ્ડ કપ 2026ના ઓફિશિયલ મ્યુઝિક પ્રોજેક્ટના ભાગ રૂપે બહાર પાડવામાં આવ્યો છે,જે ટૂર્નામેન્ટના ઓફિશિયલ આલ્બમમાં જોડાયેલ છે.રિલીઝ થતાની સાથે જ ગીતને એટલો બધો પ્રેમ મળ્યો કે, તેણે 18 કલાકમાં જ કમાલ કરી દીધો.
18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ
સમગ્ર વિશ્વમાં આ ગીત એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે, તેને માત્ર 18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે. જણાવી દઈએ કે, આ ટ્રેક માટે વિશ્વભરમાંથી મ્યુઝિકલ બેકગ્રાઉન્ડના કલાકારોને એકસાથે લાવવામાં આવ્યા છે. આ ગીતને મ્યુઝિક પ્રોડ્યુસર સંજય અને ફ્રેન્ચ સિંગર વેજડ્રીમ સાથે મળીને બનાવવામાં આવ્યું છે.
નોરા ફતેહી કરશે પરફોર્મ
નોરા ફતેહી 12 જૂનના રોજ ટોરોન્ટોના આઉટડોર સ્ટેડિયમ BMO ફીલ્ડમાં ફીફા વર્લ્ડ કપ 2026 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. નોંધનીય છે કે, કતાર વર્લ્ડ કપ દરમિયાન એક ફેન ઇવેન્ટમાં પરફોર્મ કર્યા બાદ ફીફામાં આ નોરા ફતેહીનું બીજું પરફોર્મન્સ હશે, જેના માટે ફેન્સ આતુર છે.
નોરાના ગીત પર વિવાદ
આ સિવાય જો નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ નોરા એક મ્યુઝિક વીડિયોમાં વાંધાજનક ડાન્સને લઈને વિવાદોમાં આવી હતી. આ મામલામાં તેણે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થવું પડ્યું હતું. નોરા પર આરોપ છે કે, તેણે ‘સરકે ચુનર’ ગીતમાં મહિલાઓને ખોટી રીતે રજૂ કરી છે.
ફેન્સ કરી રહ્યા છે ‘રાહ’
આટલું જ નહીં પરંતુ આ ગીતના હિન્દી બોલ અને દ્રશ્યોને વાંધાજનક તેમજ ડબલ મિનિંગ વાળા ગણાવવામાં આવ્યા હતા, જેને લઈને ભારે વિરોધ થયો હતો. જો કે, હવે નોરા ફતેહી તેના નવા ગીત ‘સીર સીર’ ને લઈને ચર્ચામાં છે. આ સાથે જ ફેન્સ અને તેના ચાહકો પણ તેના પરફોર્મન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો - FIFA World Cupમાં ફૂટબોલ નહીં, હવે સાપનો ડર! જાણો કઈ ટીમને કરાઈ એલર્ટ!