FIFA વર્લ્ડ કપ 2026 11 જૂનથી શરૂ થવાનો છે.જ્યાં આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરશે.આર્જેન્ટિનાએ ગત વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો.આ વખતે પણ એક અનોખો સંયોગ સામે આવી રહ્યો છે.જેનાથી ચાહકોને આશા જાગી છે કે આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરી શકશે.ખરેખર.નાઈજીરીયા અને આર્જેન્ટિના વચ્ચેના FIFA વર્લ્ડ કપ સાથે એક પેટર્ન જોડાયેલી છે,જે ઈતિહાસમાં વારંવાર સાચી સાબિત થઈ છે.
આર્જેન્ટિના ફરી વર્લ્ડ ચેમ્પિયન બનશે?
ફૂટબોલની દુનિયા વિચિત્ર સંયોગો અને રસપ્રદ આંકડાઓથી ભરેલી છે.આવો જ એક સંયોગ નાઈજીરીયા અને આર્જેન્ટિનાની ટીમોનો છે.નાઈજીરીયાની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવાથી આર્જેન્ટિનાના ચાહકોમાં ખુશીનો માહોલ છે.ખરેખર ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ નાઈજીરીયાની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપની મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે.ત્યારે આર્જેન્ટિના ચેમ્પિયન બનીને ઉભરી આવી છે અને ટ્રોફી જીતી છે.
નાઈજીરીયા બહાર, આર્જેન્ટિના ચેમ્પિયન
નોંધનીય છે કે નાઈજીરીયા 1978ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું.જયારે આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો.1986ના વર્લ્ડ કપમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું નાઈજીરીયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું,અને ડિએગો મેરાડોનાના જાદુને કારણે,આર્જેન્ટિનાએ બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી.આ પછી નાઈજીરીયા પણ 2022ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું,અને લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 36 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
શું 2026માં ઈતિહાસનું પુનરાવર્તન થશે?
નાઈજીરીયા પણ 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું,જેનાથી આર્જેન્ટિનાના ચાહકોમાં આશા જાગી છે.આર્જેન્ટિના 16 જૂને અલ્જેરિયા સામે ગ્રુપ J અભિયાનની શરૂઆત કરશે,જ્યાં તેનો સામનો ઑસ્ટ્રિયા અને જોર્ડન સાથે થશે.આર્જેન્ટિનાની 26 સભ્યોની ટીમમાં 2022 કતાર વર્લ્ડ કપ વિજેતા ટીમના 17 ખેલાડીઓનો સમાવેશ થાય છે.આમ ટીમમાં અનુભવનો ભંડાર ધરાવે છે.લિયોનેલ મેસ્સી આ ટીમનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો - U18 Asia Cup Hockey: સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને કચડ્યું, હવે ફાઇનલમાં જાપાન સાથે ટક્કર