ફિફા વર્લ્ડ કપ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા કેપ વર્ડેની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.આર્જેન્ટિના સામેની રાઉન્ડ ઓફ 32 મેચ પહેલા, કેપ્ટન રાયન મેન્ડેસ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ન્યુઝીલેન્ડ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં તેની સામે કોઈ ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા નથી. અને તપાસ ચાલુ છે.


કેપ વર્ડે ટીમની વધી મુશ્કેલી 

ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચનારી કેપ વર્ડેની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. લિઓનેલ મેસીની આર્જેન્ટિના સામે રાઉન્ડ ઓફ 32ના હાઈવોલ્ટેજ મેચ પહેલા ટીમ સોશિયલ મીડિયા અને મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છે. ટીમના કેપ્ટન રયાન મેંડેસ પર રેપ જેવા ગંભીર આરોપો લાગ્યા છે, જેના કારણે ફૂટબોલ જગતમાં સનસનાટી મચી ગઈ છે.

મહિલાએ ગંભીર આરોપ લાગ્યો

મહિલાએ ગંભીર આરોપ લાગ્યો છે કે ઓકલેન્ડની હોટલમાં રયાન મેંડેસ જબરદસ્તીથી તેના રૂમમાં ઘૂસી ગયા હતા અને તેનું શારીરિક તેમજ યૌન શોષણ કર્યું હતું. મેડિકલ રિપોર્ટમાં પણ મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ અંગે ફિફાએ જણાવ્યું છે કે તેઓ ન્યૂઝીલેન્ડ પોલીસ સાથે સંપર્કમાં છે અને આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. બીજી તરફ કેપ વર્ડે ફૂટબોલ ફેડરેશને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સમગ્ર મામલા પર FIFA એ શું કહ્યું?

આ દરમિયાન કેપ વર્ડે ફૂટબોલ ફેડરેશને હજુ સુધી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર જારી કર્યું નથી.મીડિયા અનુસાર ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. કેપ વર્ડે આ વર્લ્ડ કપની સૌથી મોટી "ડાર્ક હોર્સ" ટીમ તરીકે ઉભરી આવી છે. સ્પેન અને ઉરુગ્વે જેવા હેવીવેઇટ ધરાવતા જૂથમાં અપરાજિત રહીને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવું એ પોતાનામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આ પણ વાંચો - FIFA World Cup 2026: કેનેડાએ રચ્યો ઇતિહાસ, પ્રથમ નોકઆઉટ મેચ જીતી, દક્ષિણ આફ્રિકાને કર્યું બહાર


  • Follow us on: