ફિફા વર્લ્ડકપ 2026 11 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે આ ફૂટબોલ મહાકુંભ કેનેડા, યુએસએ અને મેક્સિકોમાં રમાશે. 11 જૂનથી 19 જુલાઈ સુધી યોજાનાર આ વર્લ્ડકપમાં વિશ્વભરમાંથી કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે.

લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ રમતા જોવા મળશે. જ્યારે પણ વર્લ્ડકપની ચર્ચા થાય છે, ત્યારે ગોલ્ડન બૂટ પણ ચર્ચામાં આવે છે.

ગોલ્ડન બૂટ ખરેખર શું છે અને તે કોને આપવામાં આવે છે? શું તે ખરેખર સોનાનું બનેલું છે? અહીં તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે.

ગોલ્ડન બૂટ શું છે અને તે કોને મળે છે?

ફિફા ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે 2026ના વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ આપવામાં આવશે. ઈતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એકથી વધુ વખત વર્લ્ડકપ ગોલ્ડન બૂટ જીત્યો નથી.

શું ગોલ્ડન બૂટ વાસ્તવિક સોનાનો બનેલો છે?

FIFA ગોલ્ડન બૂટ શુદ્ધ સોનાનો નથી. તે પિત્તળ સહિત અનેક ધાતુઓના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. પછી બુટને સોનાથી રંગવામાં આવે છે. ગોલ્ડન બૂટનું વજન લગભગ 1 કિલોગ્રામ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોલ્ડન બૂટની કિંમત 3 કરોડથી લઈને 4.76 કરોડની વચ્ચે છે. ગયા વર્લ્ડકપમાં આ એવોર્ડ ફ્રાન્સના કાયલિયન એમબાપ્પેએ જીત્યો હતો, જેને આખા વર્લ્ડ કપમાં 8 ગોલ કર્યા હતા.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા