FIFA World Cup 2026ના ગ્રુપ એફના એક રોમાંચક મુકાબલામાં સ્વીડન સામે 1-1 થી ડ્રો રમીને જાપાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે સત્તાવાર રીતે રાઉન્ડ ઓફ 16 (નોકઆઉટ સ્ટેજ) માં પ્રવેશી લીધો છે. એશિયાના સૌથી મજબૂત પ્રતિનિધિ તરીકે ઉભરેલી જાપાનીઝ ટીમ 'બ્લુ સમુરાઈ' હવે આગામી રાઉન્ડમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સામે ટકરાશે, જે ફૂટબોલ ચાહકો માટે બહુપ્રતીક્ષિત મેચ બની રહેશે.


મેચનો રોમાંચ અને પોઈન્ટ ટેબલની સ્થિતિ

નોકઆઉટમાં પહોંચવા માટે જાપાનને માત્ર એક ડ્રોની જરૂર હતી, તેથી ટીમે શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. પ્રથમ હાફ ગોલ રહિત રહ્યા બાદ, મેચની 56મી મિનિટે ડાઈઝેન માએદાએ શાનદાર ગોલ કરીને જાપાનને 1-0 થી લીડ અપાવી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી અને બરાબર 6 મિનિટ પછી એટલે કે 62મી મિનિટે સ્વીડનના એન્થોની એલાંગાએ વળતો ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો હતો. અંતિમ મિનિટોમાં બંને ટીમોએ રક્ષણાત્મક રમત રમી હતી અને મેચ ડ્રોમાં પરિણમી હતી.

આ જ ગ્રુપની અન્ય મેચમાં નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને 3-1 થી હરાવ્યું હતું. આ સાથે પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડ્સ 7લ પોઈન્ટ સાથે પ્રથમ, જાપાન 5 પોઈન્ટ સાથે બીજા અને સ્વીડન 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે. ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ, હવે 30 જૂને હ્યુસ્ટન સ્ટેડિયમમાં જાપાનનો મુકાબલો ગ્રુપ સીના વિજેતા બ્રાઝિલ સામે થશે.

ઈતિહાસ બ્રાઝિલના પક્ષમાં, પણ જાપાનમાં છે દમ

જો જૂના આંકડા જોવામાં આવે તો બ્રાઝિલનું પલ્લું ઘણું ભારે છે. બંને વચ્ચે રમાયેલી ૧૪ મેચોમાંથી બ્રાઝિલે 11 માં જીત મેળવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં 2006 માં રમાયેલી એકમાત્ર મેચમાં પણ બ્રાઝિલે જાપાનને 4-1 થી હરાવ્યું હતું. પરંતુ, જાપાની ચાહકો પાસે આ વખતે આત્મવિશ્વાસનું મોટું કારણ છે. ઓક્ટોબર 2025 માં રમાયેલી એક ફ્રેન્ડલી મેચમાં જાપાને 2-2 થી પાછળ રહ્યા બાદ અદભૂત વાપસી કરીને બ્રાઝિલને 3-2 થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. રિત્સુ ડોન અને તેની ટીમ આ વર્લ્ડ કપમાં પણ આવો જ મોટો ઉલટફેર કરવા માટે સજ્જ છે. બીજી તરફ, સ્વીડન પણ ત્રીજા સ્થાને હોવા છતાં સારા ટાઈ-બ્રેકર માપદંડોને કારણે આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

આ પણ વાંચો:Europe News: યુરોપિયન દેશમાં અઝાન બંધ કરવાની તૈયારી,મુસ્લિમ સમુદાય માટે માઠા સમાચાર

  • Follow us on: