ફીફા વર્લ્ડકપનું ઓફિશિયલ ગીત દાઈ દાઈ વીડિયોમાં શકીરાના ડાન્સ સ્ટેપ જોઈ ચાહકો ઉત્સાહિત થયા છે. તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં ફુટબોલની એ રસપ્રદ ઝલક દેખાડવામાં આવી છે. જેમાં લિયોનેલ મેસ્સી, કિલિયન એમ્બાપે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા સ્ટાર સામેલ થશે.

મિયામીમાં શૂટ થયું આ ગીત

ચાર મિનિટના આ વીડિયોની શરુઆત ફુટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી, કિલિયન એમ્બાપે અને અર્લિંગ હાર્લેન્ડના મેદાન પર ઉતરવાની સાથે થાય છે. આ તમામ જાહેરાત કરે છે કે, તેઓ ફીફા માટે તૈયાર છે. ત્યારબાદ શકીરાની ગીત સાથે એન્ટ્રી થાય છે. આ ગીત મિયામીમાં શૂટ કરવામાં આવ્યું છે. હૈના લક્સ ડેવિસે આને ડાયરેક્ટ કર્યું છે. આ વીડિયોની શરુઆતમાં શકીરા મેક્સિકો સિટીના ફેમસ એન્જલ ઓફ ઈન્ડિપેન્ડેસના ટોચ પર ઉભી જોવા મળી રહી છે. ત્યારબાદ શકીરા એક ફુટબોલ સ્ટેડિયમમાં જોવા મળે છે.જ્યાં તેની સાથે ડાન્સર ડાન્સ મુવ્સ કરતી જોવા મળી રહી છે.

અનેક દિગ્ગજોને શકીરાએ ક્યું ટ્રિબ્યુટ

આ વીડિયોમાં ગત્ત વર્લ્ડકપ મેચ દરમિયાનની જુની ક્લિપ જોવા મળી રહી છે. આ દરમિયાન શકીરા ફુટબોલના મહાન ખેલાડીઓ ડિએગો મારડોના, પાઓલો માલદિની, રોમારિયો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ડેવિડ બેકહમ, કાકા અને લિયોનેલ મેસ્સીના નામ બોલે છે. આ સાથે આ વર્ષે ભાગ લઈ રહેલા બ્રાઝીલ, આર્જેન્ટીના, કોલંબિયા, અમેરિકા અને નેધરલેન્ડના નામનો પણ ઉલ્લેખ કરી રહી છે.

https://www.instagram.com/reel/DYr_dnsqF74/?utm_source=ig_web_copy_link

શકીરા ફીફા વર્લ્ડકપના ફાઈનલમાં પરફોર્મન્સ કરશે

શકીરા 19 જુલાઈના રોજ ન્યુયોર્કના ન્યુ જર્સી સ્ટેડિયમમં થનારા ફીફા વર્લ્ડકપની ફાઈનલના હાફટાઈમમાં ડાન્સ પરફોર્મ કરશે.આ સિવાય મેડોના અને કોરિયન બીટીએસ મ્યુઝિક ગ્રુપનું પરફોર્મન્સ ચાહકોને જોવા મળશે. ફીફા વર્લ્ડકપ 2026નું આયોજન 11 જૂન થી 19 જુલાઈ 2026 સુધી કરવામાં આવ્યું છે.ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર, ફાઇનલમાં હાફટાઇમ શો હશે, જેમાં ફિફા ગ્લોબલ સિટીઝન એજ્યુકેશન માટે ભંડોળ એકત્ર કરવા માટે વૈશ્વિક કલાકારોને એકસાથે લાવવામાં આવશે.

આ પણ વાંચો - FIFA World Cup 2026નું ભારતમાં થશે પ્રસારણ? જાણો લેટેસ્ટ અપડેટ