ફીફા વર્લ્ડકપ 2026 હવે અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યો છે. 10 જુલાઈના રોજ સ્પેન બેલ્જિયમને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. શનિવારના રોજ ઈંગ્લેન્ડ અને નોર્વેની ટકકરમાંથી વધુ એક સેમિફાઈનલની ટીમ મળી છે. વર્લ્ડ ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા વર્લ્ડકપમાં કમાણી કરવાની કોઈ તક ગુમાવી રહી નથી. હવે તેમણે જ્યાં ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમાશે, તે પિચના ટુકડા વેચવાનો નિર્ણય કર્યો છે.
430000 રુપિયામાં વેચાશે એક ટુકડો
ફીફાને પહેલા જ વર્લ્ડકપની ટિકિટ અને અન્ય વસ્તુઓ મોંઘી કિંમતે વેચવા પર અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં 19 જુલાઈના રોજ રમાનારી ફાઈનલમાં ઉપયોગમાં લેવાનારી પિચના દરેક ટુકડાને 43000 હજારમાં વેચવાનો પ્લાન બનાવ્યો છે.
ફૂટબોલ સંચાલકે સતાવર જાહેર કર્યું નથી
મીડિયા રિપોર્ટ અનુસાર દરેક ટુકડાનું માપ 17.5 x 17.5 x 17.5 છે. આ આંકડો ઇંચ, સેન્ટિમીટર કે મિલીમીટરમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી. ફૂટબોલ સંચાલક મંડળે ઇમેઇલનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.
ફાઈનલ પછી ટુકડા મોકલાશે
ફીફાની વેબસાઈટ પર લખવામાં આવ્યું કે, ફુટબોલના ઈતિહાસના એક પ્રામાણિક હિસ્સાનેતમારી પાસે રાખો. જે FIFA 2026ની ફાઈનલની પિચનો એક ટુકડો છે.મેદાનનો આ ટુકડાઓ માત્ર યુએસ અને યુરોપના સરનામાંઓ પર મોકલવામાં આવશે. ફૂટબોલ ચાહકો તેમને હમણાં ઓર્ડર કરી શકે છે, અને તેમને ફાઇનલ પછી ટુકડાઓ મોકલવામાં આવશે.
પ્રથમ હાફમા 1-1 થી બરાબરી રહી
આર્જેન્ટિના-સ્વિટ્ઝર્લૅન્ડ મેચ નિયમન સમય દરમ્યાન 1-1 થી બરાબરી પર રહી, જેના કારણે વધારાના સમયનો ઉપયોગ કરવો પડ્યો. વધારાના સમયના બીજા ભાગમાં, સબસ્ટિટ્યૂટ જુલિયન અલ્વારેઝે જોસ લોપેઝના પાસ પર ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની લીડ અપાવી. અલ્વારેઝે 112મી મિનિટે ગોલ કર્યો. પછી, ઈજા સમયમાં લૌટારો માર્ટિનેઝે ગોલ કરીને સ્કોર 3-1 કર્યો.માર્ટિનેઝ પણ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવ્યો. મેસ્સીએ આ મેચમાં ગોલ કર્યો ન હતો, પરંતુ તેણે 10મી મિનિટે એલેક્સિસ મેક એલિસ્ટરને મદદ કરી.
આ પણ વાંચો - FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું